મુખ્ય સામગ્રી પર જાઓ

Bhupendra Patel Oath: ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ક્યાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

ગાંધીનગર:ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે  બપોરે 2.20 કલાકે શપથ લેશે. તો બે દિવસ બાદ કેબિનેટના મંત્રીઓની શપથ લેશે, ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારોહમાં હાજર રહેશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે બપોરે 2.20 કલાકે વાગે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ અપાવશે,.તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં સરકાર બનાવવાનો પ્રસ્વાત રજૂ કર્યો હતો.પ્રસ્તાવને સ્વીકારતા 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ભાજપના નેતા અને તેમનું પ્રતિનિધમંડળ પણ ઉપસ્થિત રહેશે, ગુજરાતના 17માં મુખ્યમંત્રીના શપથ સમારોહમાં ભાજપ શાસિત  4 રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહી શકે છે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બોમઇ અને  ...આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા પણ ઉપસ્થિત રહેશે, કર્ણાટક, મધ્યપ્રદેશ,ગોવા, આસામ ના મુખ્યમંત્રીઓ ગુજરાતના મુખ્યમંત્રના શપથ સમારોહમાં હાજર રહેવાના હોવાથી એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવોયો છે.

ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.

ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે
ભૂપેન્દ્ર પટેલ એક મૃદુભાષી કાર્યકર તરીકે જાણીતા છે, જેમણે રાજ્યના રાજકારણમાં મ્યુનિસિપલ કક્ષાના નેતાથી લઈને ઉચ્ચ પદ સુધીની સફર કરી છે. પટેલે 2017માં પ્રથમ વખત રાજ્યની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતા, જે તે ચૂંટણીમાં એક રેકોર્ડ છે. પટેલ તેમના સમર્થકોમાં પ્રેમથી 'દાદા' તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે. તેઓ જે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે.

from gujarat https://ift.tt/3k2z1Em

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...