Little girl climbing wall: આજકાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાની છોકરી વિના કોઇ સહારે દીવાલો પર ચઢી રહી છે, અને રૂમના છત સુધી પહોંચી જાય છે. આ છોકરીની તુલના સ્પાઇડર મેન સાથે કરવામા આવી રહી છે અને નેટિઝન્સ આને સ્પાઇડર ગર્લ તરીકે બોલાવી રહ્યાં છે. આ વીડિયોને જોઇને તમે પણ ચોંકી જશો કે કઇ રીતે આ એક નાની છોકરી કોઇપણ જાતના સહારા કે મદદ વિના દીવાલ પર સૌથી ઉપરની બાજુએ પહોંચી જાય છે, અને છતને અડીને પાછી નીચે પણ આવી જાય છે.

કમાલનુ છે બેલેન્સ-
આ નાની છોકરીનુ બેલેન્સ કાબિલેતારીફ છે. સ્પાઇડર મેનના હાથોમાં તો ગુંદર હોતુ હતુ, જેનાથી તે ગમે ત્યા ચઢી જતો હતો, અને પડવાનો પણ ડર ન હતો લાગતો, પણ પડદાની દુનિયાથી અલગ આ છોકરીના કરતબના ઇજા થવાના પુરેપુરા ચાન્સીસ છે. જોકે વીડિયોમાં છોકરીનો કૉન્ફિડેન્સ જોવાલાયક છે. જે ઝડપથી તે દીવાલ ચઢે છે તેનાથી નથી લાગતુ કે તેને કોઇ પડવાનો ડર હોય, એટલુ જ નહીં આ છોકરી એકથી એક પગલુ ભરીને છેક છત સુધી પહોંચે છે. એવુ લાગે છે કે માનો તેના હાથોમાં સાચેજ ગુંદર છે.

Spiderman's daughter pic.twitter.com/1MxfJ9QC4Q
— Fun Viral Vids 😊 (@Fun_Viral_Vids) September 13, 2021

નેટિઝન્સને આવી મજા-
વીડિયોના અપલૉડ થયા બાદથી આને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નેટિઝન્સે પોત પોતાની રીતે આના પર જોરદાર કૉમેન્ટ કરી છે. અહીંથી જ આ છોકરીને સ્પાઇડર ગર્લ બોલાવવાની શરૂઆત થઇ. કોઇ તેને સ્પાઇડર મેનની ડૉટર કહી રહ્યુ છે, તો કોઇ તેને બેલેન્સની પ્રસંશા કરતા નથી થાકી રહ્યું. જોત જોતામા આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ ગયો છે.

from india https://ift.tt/2XwCkL5
from india https://ift.tt/2XwCkL5
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો