પાલઘરઃ  મહારાષ્ટ્રના પાલઘરમાં એક અનોખી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં પોલીસે એક 28 વર્ષીય યુવકની તેની પ્રેમિકાના હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી જતાં તેણે મગજનું સંતુલન ગુમાવીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી.

ક્યાં બની હતી આ ઘટના

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના રવિવારે રાતે પાલઘર જિલ્લાના નાલાસોપાર વિસ્તારમાં બની હતી. આરોપી અને યુવતી નાલાસોપારાના સાડી કમ્પાઉન્ડમાં એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જોકે, આરોપીને તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ આડા સંબંધ હોવાની શંકા હતી. જેથી તેણે તેના પર વોચ રાખી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી ગયો હતો. જે બાદ તેણે કથિત રીતે ઘરમાં જ ફાંસી પર પ્રેમિકાને લટકાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે ઝડયાયો હત્યારો

વિવિધ ઈનપુટ્સના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હત અને વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત બાદ PM મોદીએ શું કહી મોટી વાત ?

India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ મોતમાં 46 ટકા માત્ર કેરળમાં ? જાણો આજનો આંકડો

from india https://ift.tt/2WYsAJy
from india https://ift.tt/2WYsAJy
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો