કાબુલઃ અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયંસ તરફથી પોત પોતાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ મળતી માહિતી મુજબ તાલિબાન સામે લડાઈમાં રેસિસ્ટેંસ ફ્રંટને મોટો ફટકો લાગ્યોછે. આ મામલે રેસિસ્ટેંટ ફ્રંટના પ્રવક્તા ફહીમ દશ્તીનું મોત થયું છે. હુમલામાં જનરલ અબ્દુલ વુદૂદ ઝારાનું પણ મોત થયું છે.

રેસિસ્ટેંસ ફોર્સે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, દુખ સાથે જણાવવું પડી રહ્યું છે કે અત્યાચાર અને આક્રમણ સામે ચાલી રહેલી પવિત્ર લડાઈમાં અમે અફઘાનિસ્તાન રેસિસ્ટેંસના બે સાથીને ગુમાવી દીદા છે. રેસિસ્ટેંસ ફ્રંટના પ્રવક્તા ફહીમ દશ્તી અને અહમદ શાહ મસૂદના ભત્રીજા જનરલ અબ્દુલ વુદૂદ શહીદ થયા છે.

ફહીદનું મોત રેસિસ્ટેંટ ફ્રંટ માટે મોટો ઝટકો છે. કારણકે તે પ્રવક્તા હોવાની સાથે અહમદ મસૂદનો ઘણો નજીક હતો. અહમદ મસૂદ અને તેના પિતા અહમદ શાહ મસૂદના ઘણા નજીક ગણાતા ફહીદ રશ્તીના મોત બાદ પંજશીરમાં એક તરફ શાંતિનો અવાજ ઉઠવા લાગ્યો છે તો કેટલાક નેતા બદલો લેવાની પણ માંગ કરી રહ્યા છે.

આ દરમિયાન અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરીએ દાવો કર્યો છે કે ગની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ રહેલા અમરુલ્લા સાલેહના ઘર પર હેલિકોપ્ટરથી હુમલો થયો છે. જે બાદ અમરુલ્લાને પંજશીરમાં કોઈ અજ્ઞાત સ્થળે છુપાવવા પડ્યા છે. પત્રકાર બિલાલ સરવરીએ દાવો સાલેહના નજીકના વ્યક્તિએ આપી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી સામુહિક આત્મહત્યાઃ અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈને 900 લોકો કરી હતી આત્મહત્યા, કહાની વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે

પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ

from world https://ift.tt/2WV1538
from world https://ift.tt/2WV1538
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો