મુખ્ય સામગ્રી પર જાઓ

C.R. પાટિલના ગઢ સુરત-નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણી, નીતિન પટેલના મહેસાણામાં કોને મૂકાયા?

ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે  જિલ્લાઓની ફાળવણ કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના જિલ્લામાં કરાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાટિલની નજીકના કોઈ મંત્રીની નિમણૂકની અપેક્ષા હતી. તેના બદલે વાઘાણીને પ્રબારી બનાવાતાં આશ્ચર્ય સર્જાયું છે.

રાજ્યના ક્યા જિલ્લામાં ક્યા મંત્રીને પ્રભારી બનાવાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.

રાજેન્દ્ર ત્રિવેદી - અમદાવાદ અને ખેડા

જીતુ વાઘાણી - નવસારી અને સુરત

ઋષિકેશ પટેલ - ગીરસોમનાથ અને જૂનાગઢ

પૂર્ણેશ મોદી - રાજકોટ અને મોરબી

રાઘવજી પટેલ - ભાવનગર અને બોટાદ

કનુ દેસાઈ - જામનગર અને દેવભુમિ દ્વારકા

કિરિટસિંહ રાણા - બનાસકાંઠા અને પાટણ

નરેશ પટેલ - વડોદરા અને છોટાઉદેપુર

પ્રદિપ પરમાર - સાબરકાંઠા અને અરવલ્લી

અર્જૂનસિંહ ચૌહાણ - મહેસાણા

હર્ષ સંઘવી - ગાંધીનગર

જગદીશ પંચાલ - નર્મદા

બ્રિજેશ મેરજા - અમરેલી

જીતુ ચૌધરી - દાહોદ

મનીષા વકિલ - મહિસાગર

મુકેશ પટેલ - ભરૂચ

નિમીષા સુથાર - ડાંગ

અરવિંદ રૈયાણી - કચ્છ

કુબેર ડીંડોર - તાપી

કિર્તીસિંહ વાઘેલા - વલસાડ

ગજેન્દ્રસિંહ પરમાર - આણંદ

રાઘવભાઈ મકવાણા - પોરબંદર

વિનોદ મોરડીયા - પંચમહાલ

દેવા માલમ – સુરેન્દ્રનગર

વિધાસભા સત્રનો બીજો દિવસ

આજે  સવારે 10 વાગ્યાથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનીક સંસદીય બાબતો, આરોગ્ય, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2019-20નો કેગનો અહેવાલ રજુ થશે. વિવિધ સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ બાબતે પણ અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે.

આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે. જીગ્નેશ કુમાર સેવક છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. વૃક્ષારોપણ થકી ઓક્સિજન પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અતારાંકિત પ્રશ્નો પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે.

from gujarat https://ift.tt/3CV6irM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...