મુખ્ય સામગ્રી પર જાઓ

Gujarat Monsoon: આજે રાજ્યના 64થી વધુ તાલુકાઓમાં મેઘમહેર, આગામી અઠવાડિયે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે

ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 64થી વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ,આણંદ,પંચમહાલ,બનાસકાંઠા,સાબરકાંઠા,ખેડા સહિતના જિલ્લામાં વરસાદ વરસશે.

અરવલ્લી પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ધોધ સક્રિય થયા છે. વહેતા ધોધના કારણે અદભૂત કુદરતી નજારો સર્જાયો છે. તો બીજી તરફ માજુમ નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ઝેરિયા વાડા, મહુડી પાસેની નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. સતત ભારે વરસાદના કારણે વાત્રક ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર

ઉપરવાસમાં વરસાદના કારણે આજી ડેમ 3માં નવા નીરની આવક થઇ છે. આજી ડેમ 3 ના નીચાણવાળા વિસ્તારોને  એલર્ટ કરાયા છે. ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના  અપાઈ છે.

નવસારીમાં શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ અહીં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા જમાલપોર, ઈટાળવા ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થતાં અને વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદ વરસતાં વિઝીબિલિટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

યાત્રાધામ અંબાજી પર પણ મેઘરાજા મેહરબાન થયા છે. આજે ફરી અંબાજી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અંબાજીના મુખ્ય બજારોના રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા.બનાસકાંઠાના દાંતામા વરસાદી માહોલ યથાવત રહ્યો. અહીં દાંતામાં અડધા કલાકમા 1 ઇંચ વરસાદ પડતા અહીં  સિઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે.

from gujarat https://ift.tt/3tynXSk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...