Gujarat New Cabinet Live: આજે જ રાજ્ય મંત્રીમંડળનો શપથવિધી કાર્યક્રમ યોજાઈ તેવી શક્યતા, મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાવાના નક્કી
<p>મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.</p> <p>મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે. જેમને પડતા મુકવામાં આવ્યાં છે તે પૈકીના પૂર્વ મંત્રીઓને પણ એક બાદ એક બોલાવીને સૂચના આપી દેવામાં આવી છે.</p> <p>નવા મંત્રીમંડળમાં સંભવિત ચહેરાઓની વાત કરીએ તો ડોક્ટર નીમાબેન આચાર્ય, કિરીટસિંહ રાણા, ગોવિંદભાઈ પટેલ, શશિકાંત પંડ્યા, હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ, કેતન ઈનામદાર, અરવિંદ રૈયાણી, રાકેશ શાહ, વિનુભાઈ મોરડીયા, મોહનભાઈ ઢોડીયા, આત્મારામભાઈ પરમાર, જીતુભાઈ વાઘાણી, દેવાભાઈ મામલ, ગજેંદ્રસિંહ પરમાર, ઋષિકેશ પટેલનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.</p>
from gujarat https://ift.tt/3lswHWy
from gujarat https://ift.tt/3lswHWy
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો