India Coronavirus Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ અને 179 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,030 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,699 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570

17 સપ્ટેમ્બરઃ34,403

18 સપ્ટેમ્બરઃ 35,662

19 સપ્ટેમ્બરઃ30,773

20 સપ્ટેમ્બરઃ 30,256

21 સપ્ટેમ્બરઃ 26,115

22 સપ્ટેમ્બરઃ 26,964

23 સપ્ટેમ્બરઃ 31,923

24 સપ્ટેમ્બરઃ 31,382

25 સપ્ટેમ્બરઃ 29,616

26 સપ્ટેમ્બરઃ 28,326

27 સપ્ટેમ્બરઃ 26,041

COVID19 | India reports daily new cases less than 20,000 after 201 days; 18,795 new cases, 179 deaths in the last 24 hours; Active caseload stands at 2,92,206: Ministry of Health and Family Welfare pic.twitter.com/bxmn6iUDUh
— ANI (@ANI) September 28, 2021

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 97 હજાર 581

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 58 હજાર 002

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 92 હજાર 206

કુલ મોતઃ 4 લાખ 47 હજાર 373

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 87,07,08,6361 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 1,022,22,525 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.

Out of 18,795 new #COVID19 cases & 179 deaths across India, 11,699 cases & 58 deaths were reported in Kerala, yesterday.
— ANI (@ANI) September 28, 2021

from india https://ift.tt/3D6Uenp
from india https://ift.tt/3D6Uenp
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો