India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સામવોરા 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 89 હજાર 579

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 84 હજાર 159

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 62 હજાર 207

કુલ મોતઃ 4 લાખ 43 હજાર 213

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 75,22,38,324 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 78,66,950 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. ભારતે રસીના 75 કરોડ ડોઝ આપી દીધા હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુભેચ્છા પાઠવી હતી.

India reports 25,404 new #COVID19 cases, 37,127 recoveries, and 339 deaths in the last 24 hours, as per Health Ministry

Total cases: 3,32,89,579
Active cases: 3,62,207
Total recoveries: 3,24,84,159
Death toll: 4,43,213

Total Vaccination: 75,22,38,324 (78,66,950 in last 24 hrs) pic.twitter.com/sdbXdzYczu
— ANI (@ANI) September 14, 2021

લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.

from india https://ift.tt/3hpViu3
from india https://ift.tt/3hpViu3
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો