Vaccine For Children:સમગ્ર દેશમાં યુદ્ધના ધોરણે કોરોના સામે લડત આપવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં હવે બાળકો માટે પણ બહુ ઝડપથી વેક્સિનેશન શરૂ થઇ શકે છે. ભારતમાં બાળકોને વેક્સિનેટ કરવા માટે રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા છે કે બહુ જલ્દી બાળકો માટે વેક્સિનેશન શરૂ થઇ જશે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટને મળી મંજૂરી

ભારતમાં ફરી સ્કૂલો ખૂલ્લી રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશન જરૂરી છે. વેક્સિન કંપનીઓ બાળકો માટેની રસી માટે તાબડતોબ તૈયારી કરી રહી છે. હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ 7-11 વર્ષ સુધી બાળકો માટે અમેરિકી કંપની નૌવેક્સના રસીનું પરીક્ષણ કરી રહી છે. કંપનીએ ભારતમાં આ વેક્સિનનું નામ કોવાવૈક્સ રાખ્યું છે.

12-17 વયના લોકો માટે મળી ચૂકી છે મંજૂરી

ભારતીય દવા નિયામકએ સીરમ ઇન્સ્ટીટ્યૂટને અમેરિકા કંપની નોવાવૈક્સની રસીને સાતથી 11 ઉંમંરના બાળકોના પરીક્ષણની અનુમતિ આપી છે.

ભારતના દવા મહાનિર્દેશક (DCGI)એના સીરમ ઇન્સ્ટીટ્યૂટને આ પહેલા જ 12-17 વર્ષના લોકો માટેના પરીક્ષણની મંજૂરી આપી દીધી હતી. કંપનીએ તેનું પરીક્ષણ 100 બાળકો પર કર્યું અને તેના સુરક્ષા સંબંધિત ડેટા દવા નિયામકને આપવામાં આવ્યાં.

ઇમરજન્સી ઉપયોગને નથી મળી મંજૂરી

નોવાવૈક્સ વેક્સિન જેને સીરમ દ્વારા કોવાવૈક્સના નામથી ભારતમાં લાવવામાં આવી છે. જેને હજું ઇમરજન્સીની મંજૂરી નથી અપાઇ. દેશમાં માત્ર ઝાયડસ કેડિલાની વેક્સિન છે, જેને 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.

દેશમાં અત્યાર સુધીમાં 87,66,63,490 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 54,13,332 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી, જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા

આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 56,74,50,185 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 15,04,713 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.

from india https://ift.tt/2Y7mW8F
from india https://ift.tt/2Y7mW8F
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો