અદભૂત, મહિલાએ મોબાઇલમાંથી ફેસબુક-ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરીને ઘટાડી દીધુ 31 કિલો વજન, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ દુનિયામાં આજે દરેક સમયે લોકો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતા હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી લોકોને એટલો બધો લગાવ લાગી ગયો છે કે, તેનાથી દુર જઇ શકાતુ નથી. પરંતુ આનાથી ઊંઘો એક કિસ્સો સામે આવ્યો છે, સોશ્યલ મીડિયા પર હરહંમેશ એક્ટિવ રહેનારી એક મહિલાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રમને ડિલીટ કરીને પોતાનુ વજન 31 કિલો ઘટાડી દીધુ છે. આ કિસ્સો નોર્થ લંડનનો છે. નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ કારનામુ કરી બતાવ્યુ છે. સોશ્યલ મીડિયા પર બ્રેન્ડાના પહેલાના અને હાલના ફિગરની તસવીરો શેર કરવામાં આવી રહી છે.

નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ પોતાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા અને તેને 31 કિલો વજન ઘટાડી દીધુ, અને તે પણ માત્ર એક વર્ષમાં જ. ખાસ વાત છે કે, બ્રેન્ડા છેલ્લા કેટલાય વર્ષોથી વજન ઘટાડવા માટે દરેક પ્રકારના ડાયેટ અને કેટલીય ટેકનિક અજમાવી રહી હતી, પરંતુ તે ક્યારેય વજન ઘટાડવામાં સફળ ના થઇ શકી. બાદમાં તેને એક તુક્કો સુજ્યો અને તેને પોતાના મોબાઇલમાંથી બે એપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરી દીધી. આ એપ ડિલીટ કર્યા બાદ તે સોશ્યલ મીડિયાથી દુર થઇ ગઇ અને એક વર્ષની અંદર તેનુ વજન 31 કિલો સુધી ઘટી ગયુ.

બ્રેન્ડાએ વાતની જાણકારી આપતા કહ્યું કે- તેનુ વજન પહેલા ખુબ વધારે હતુ, અતે બહુજ જાડી દેખાતી હતી, વર્ષ 2016થી 2019ની વચ્ચે તેને ખાવા પાવામાં વધારે પડતી બેદરકારી રાખી અને વજન વધી ગયુ હતુ. લૉકડાઉનના કારણે તેનુ વજન તેનાથી પણ વધારે થઇ ગયુ. આ બધા માટે તેને સોશ્યલ મીડિયાને જવાબદાર ગણાવ્યુ હતુ. તેને કહ્યું તેને સોશ્યલ મીડિયા પર હેલ્ધી અને ફિટ રહેવાની ટેકનિકો વાળી પૉસ્ટ વારંવાર બતાવવામાં આવતી હતી. આવી પૉસ્ટ્સ જોઇને તે કંટાળી અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ સોશ્યલ મીડિયા એપને પોતાના મોબાઇલમાંથી ડિલીટ કરી દીધી. જોકે, બાદમાં તેની બૉડી ધીમે ધીમે ઓછી થતી ગઇ અને વજન ઘટવા લાગ્યુ હતુ. આમ તેને પોતાનુ વજન એક વર્ષમાં 31 કિલો એટલે કે એક તૃત્યાંશ સુધી ઘટાડી દીધુ. તેને પોતાના કપડાં ખુલ્લા લાગવા લાગ્યા હતા. તે આની સાથે સાથે જૉગિંગ સહિતની બીજી એક્સરસાઇઝ પણ કરવા માટે જતી હતી. તેનાથી તે હેલ્ધી અને ફિટ થઇ ગઇ. આમ તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી દુર થઇને વેઇટ લૉસ કર્યુ હતુ.

from world https://ift.tt/3jIfNDj
from world https://ift.tt/3jIfNDj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો