Aryan Khan Drugs Case: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની પુણે પોલીસે ધરપકડ કરી છે. કેપી ગોસાવી છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. કેપી ગોસાવીની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે. ગોસાવી વિરુદ્ધ પુણેમાં છેતરપિંડીનો કેસ પણ નોંધાયેલ છે.

કેપી ગોસાવીની ધરપકડ બાદ પૂણે પોલીસે કહ્યું છે કે ગોસાવીએ આત્મસમર્પણ કર્યું નથી. અમે અમારી બાતમીના આધારે તેની ધરપકડ કરી છે.

હાઈકોર્ટમાં આજે પણ આર્યનની જામીનની થશે સુનાવણી

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે પણ ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં ગુરુવારે પણ સુનાવણી યથાવત રહેશે. આર્યન ખાનને ક્રૂઝ પરથી એનસીબીની ટીમે પકડ્યો હતો, અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલે કે 2જી ઓક્ટોબરથી હજુ સુધી આર્યન ખાન જેલમાં છે, આર્યનને જામીન આપીને જેલની બહાર લાવવા માટે શાહરૂખ ખાને વકીલોનો ફૌઝ ઉતારી દીધી છે. ગઇકાલે મંગળવારે પણ બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી, પરંતુ ફેંસલો આવી શક્યો ન હતો.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત અન્યની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. આર્યન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દલીલો કરી રહ્યાં છે. વળી, અરબાઝ મર્ચન્ટ તરફથી અમિત દેસાઇ હાજર થયા છે. તેમને કહ્યું કે, જ્યારે કથિત ગુનો એક વર્ષથી ઓછા સમય માટે દંડનીય હોય. સીઆરપીસીની કલમ 41એ અંતર્ગત નૉટિસ પાઠવવી જોઇતી હતી. નાના -મોટા ગુનાઓમાં ધરપકડ અપવાદ છે. આ અર્નેશ કુમારના ફેંસલા (જજમેન્ટનો હવાલો)નુ ફરમાન છે. તેમને કહ્યું કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. હવે આ બની ગયુ છે 'ધરપકડ નિયમ છે અને જામીન અપવાદ'.

આર્યન, અરબાઝ સહિત અન્યને બે ઓક્ટોબરે એનસીબીએ પકડ્યા હતા, અને આ પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારે આર્યન આર્થર જેલમાં બંધ છે. ધરપકડ બાદ તેને નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી તેમને બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. તેમની અરજી પર મંગળવારે પણ સુનાવણી થઇ. આ દરમિયાન આર્યન ખાન તરફથી હાજર થયેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેમની પાસેથી કોઇ ડ્રગ્સ મળ્યુ ન હતુ. આર્યનની ધરપકડનો કોઇ આધાર નથી. રોહતગીએ કહ્યું કે, આર્યન ખાનને કોઇ અન્ય વ્યક્તિ દ્વારા માદક પદાર્થ કથિત રીતે રાખવા માટે જવાબદાર નથી ઠેરવી શકાતો.

from india https://ift.tt/3pKzDl2
from india https://ift.tt/3pKzDl2
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો