કાનપુરઃ રસૂલાબાદમાં દિયર સાથે બાઇક પર બેસીને પિયર જઈ રહેલી પરિણીતા સાથે મોટો કાંડ થયો હતો. રસ્તામાં પાંચ યુવકોએ તેમને આંતરીને ચપ્પુ તથા તમંચો બતાવીને ઘરેણા તથા રોકડા લૂંટી લીદા હતા. જે બાદ બે યુવકેઓ દિયરને બંધક બનાવ્યો હતો અને તેની ભાભીને ખડેર પશુચિકિત્સાલયમાં લઈ જઈને ત્રણ યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યુ હતું.

ઘટના બાદ તમામ લોકો ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના આમ તો 13 દિવસ જૂની છે પરંતુ એસપીને ફરિયાદ કરવામાં આવતાં પોલીસે બે નામચીન સહિત પાંચ લોકો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતાના લગ્ન ઉન્નાવ જિલ્લાના બાંગરમઉમાં થયા હતા.

ક્યારે બની હતી ઘટના

22 સપ્ટેમ્બરના રોજ પરિણીતા તેના દિયરની બાઇક પાછળ બેસીને પિયર જતી હતી. રાત્રે આશરે 8 વાગ્યે ગામથી લગભગ બે કિલોમીટર પહેલા પશુચિકિત્સાલય પાસે બે બાઇક પર આવેલા પાંચ બુકાનીધારી યુવકોએ જબરદસ્તથી તેમની બાઇક અટકાવી હતી.

દિયરને બંધક બનાવીને ભાભીને....

જે બાદ દિયર-ભાભીને તમંચો તથા ચાકુ બતાવી મંગળસૂત્ર, સોનાની ચૈન, પર્સમાં રહેલા 8850 રૂપિયા છીનવી લીધા હતા. જે બાદ બે યુવકોએ તમંચા તથા ચાકુની અણીએ દિયરને બંધક બનાવી લીધો હતો. જ્યારે ત્રણ સાથી પરિણીતાને પશુચિકિત્સાલયમાં લઈ ગયા અને સામુહિક દુષ્કર્મ કર્યું. જે બાદ કોઈને ન કહેવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ડરના કારણે તે સમયે પરિણીતા તથા દિયરે ઘટના અંગે કોઈને જણાવ્યું નહોતું.

પરિણીતાએ એસપીને જણાવી આપવીતી

જેના થોડા દિવસ બાદ પરિણીતાએ હિંમત કરીને એસપીને મળીને સમગ્ર ઘટના વર્ણવી અને દિયરે કાર્યવાહીની માંગ કરી. પરિણીતાએ જણાવ્યું કે, બાઇક સ્ટાર કરતી વખતે બે યુવકનો ચહેરો ખુલ્લો થઈ ગયો હતો અને એક બાઇકનો નંબર પણ નોંધી લીધો હતો. એસપીના આદેશ બાદ પોલીસે ગહદેવા નિવાસી સત્યેન્દ્ર યાદવ, ખેડા કુર્સી નિવાસી પ્રદ્યુમન સિંહ ઉર્ફે લલ્લુ તથા અન્ય ત્રણ લોકતો સામે બંધક બનાવીને સામૂહિક દુષ્કર્મનો રિપોર્ટ નોંધ્યો હતો.

from india https://ift.tt/3mpsbZk
from india https://ift.tt/3mpsbZk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો