મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આવતી કાલે વરણી, જાણો કોણ કોણ પસંદગી પહેલા રાહુલ ગાંધીને મળશે?

નવી દિલ્લીઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે આવતી કાલે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. આવતી કાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ કરેલા ટ્વીટ પ્રમાણે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે આવતી કાલે દિલ્લી ખાતે મુલાકાત કરશે.

Gujarat Congress leaders to meet party leader Rahul Gandhi tomorrow in Delhi, ahead of selection of Gujarat PCC Chief pic.twitter.com/b33lvrqGJa
— ANI (@ANI) October 21, 2021

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ રાત સુધીમાં દિલ્હી પહોંચશે. આવતી કાલે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી અંગે મંથન થશે. આજે સવારથી લઇને રાત સુધી તબક્કાવાર રવાના થશે. અર્જુન મોઢવાડિયા અને સાંસદ અમીબેન યાજ્ઞિક સવારે દિલ્હી જવા રવાના થશે. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને શૈલેષ પરમાર સાંજે રવાના થશે.

પરેશ ધાનણી રાત્રે 9 વાગ્યાની ફલાઇટમાં દિલ્હી  જશે. હાર્દિક પટેલ અને નરેશ રાવલ હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આવતી કાલે સવારે 10 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક મળવાની છે.

આજે ગાંધીનગર કોર્પોરેશનની પહેલી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણા , ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ અને  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંત પટેલની વરણી કરવામાં આવી છે.

ચૂંટણી પછી પહેલી સામાન્ય સભામાં મેયર, ડે મેયર, સ્ટેડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે આજે ગાંધીનગરને નવા મેયર મળી ગયા છે. નવા મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી થઈ ગઈ છે. હિતેષ મકવાણા વોર્ડ નંબર-8ના કોર્પોરેટર છે.

સ્ટેડિંગ કમિટીના સભ્યો

જશવંત અંબાલાલ પટેલ
મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ
સોનાલીબેન ઉરેનભાઈ પટેલ
સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા
દિપ્તિબેન મનીષકુમાર પટેલ
દક્ષાબેન વિક્રમજી મકવાણા
કિંજલકુમાર દશરથભાઈ પટેલ
શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ
રાજેશકુમાર રાવજીભાઈ પટેલ
સંકેત રમેશભાઈ પંચાસરા
પદમસિંહ ભરતસિંહ ચૌહાણ
અંજનાબેન સુરેશભાઈ મહેતા

ગાંધીનગર મનપામાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી થઈ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. વોર્ડ નંબર - 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી હતી. જેને વોર્ડ - 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

જ્યારે ગાંધીનગરના ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી છે. ભાજપ તરફથી તેમના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને વધાવી લેવામાં આવ્યો છે. ગાંધીનગરને પ્રથમ અઢી વર્ષ અનુસુચિત જાતિમાંથી આવતા મેયર મળ્યા છે. જેમાં હિતેષ મકવાણા અને ભરત દિક્ષિતનુ નામ મેયર પદ માટે મોખરે હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ઉમેદવારને સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે. જેમા જશુ પટેલ અને મહેન્દ્ર દાસનુ નામ મોખરે છે.

44 બેઠકોવાળી ગાંધીનગર મનપામાં ભાજપના 41 સભ્યો છે. પહેલીવાર સ્પષ્ટ બહુમતિ સાથે ગાંધીનગરમાં ભાજપનું બોર્ડ બન્યું છે. ભાજપ તરફથી નવા મેયર તરીકે હિતેષ મકવાણાનું નામ મુકવામાં આવ્યું હતું. જેમના નામને મંજૂરી મળી ગઈ છે. આ સાથે તેમના નામની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. અઢી વર્ષ માટે હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર રહેશે. હિતેષ મકવાણા દસાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાના પુત્ર છે.

from gujarat https://ift.tt/3G3TSQy

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...