Cruise Drugs Party: ના કેસમાં થયો મોટો ખુલાસો, જાણો કઇ રીતે પાર્ટીમાં કરાયા હતા આમંત્રિત અને લોકોએ કેવી રીતે છુપાવ્યું હતું ડ્રગ્સ

Cruise Drugs Party: આ ક્રૂઝ પાર્ટીમાં સામેલ થનાર મોટા ભાગના લોકો દિલ્લીના છે. જે ફ્લાઇટ દ્વારા મુંબઇ આવ્યાં હતા અને ક્રૂઝમાં ગયા હતા.

મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં ડ્રેગ્સ પાર્ટી દરમિયાન રવિવારની રાત્રે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોમાં રેડમાં એક મોટા એક્ટરના દીકરા સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક અધિકારીઓએ જણાવ્યું કે, તેમાં સામેલ લોકોએ તેમના પેન્ટી સિલાઇમાં અને મહિલાઓના પર્સના હેન્ડમાં અન્ડરવિયરમાં ડ્રગ્સ છુપાવીને લઇ ગયા હતા. જો એનસીબી આ તમામ જાણકારીને એક વખત ફરી વેરિફાઇ કરી રહી છે અને લોકોને તેના સંબંધિત સવાલો કરી રહી છે.

આ કેસમાં અત્યાર સુધી શું થયું?

સમુદ્રની વચ્ચે જ્યાં કોઇ પોલીસનો ડર નથી હોતો ત્યાં જ આ ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારણે જ ક્રૂઝમાં ચાલી રહેલી આ ડ્રગ્સ પાર્ટીની એન્ટ્રી ફી 80 હજાર રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ ક્રૂઝની ક્ષમતા લગભગ 2 હજાર લોકની છે. આ પાર્ટીમાં ઇન્વિટેશન માટે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક લોકોને તો આકર્ષક કિટ ભેટ કરીને પણ તેને આમંત્રિત કરાયા હતા.

કૂઝ પાર્ટીમાં મોટાભાગના લોકો દિલ્લીના

આ ક્રૂઝ પાર્ટીમાં સામેલ થનાર મોટાભાગના લોકો દિલ્લીના છે. જે ફ્લાઇટ દ્વારા મુંબઇ આવ્યાં હતા અને ત્યારબાદ ક્રૂઝમાં ગયા હતા. અરબાઝ નામના શખ્સની પણ એમસીબી પૂછપરછ કરી રહી છે. એનસીબીને તપાસ દમિયાન તેમના શુઝમાંથી ડ્રગ્સ મળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરબાઝ જ સુપરસ્ટારનો પુત્ર છે. ઉલ્લેખનિય છે કે, એનસીબીએ અત્યાર સુધી સત્તાવાર રીતે લોકોના નામનો ખુલાસો નથી કર્યો. ક્રૂઝ પર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને મુંબઇ લાવવામાં આવ્યાં છે. હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ક્રૂઝ પર આ રેડ એનસીબીના ડાયરેક્ટર સમીર વાનખેડેની ટીમે પાડી હતી.

from india https://ift.tt/3l2BFdx
from india https://ift.tt/3l2BFdx
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો