India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,623 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,446 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,78,098 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7643 નવા કેસ અને 77 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987

15 ઓક્ટોબરઃ 16,862

16 ઓક્ટોબરઃ 15,981

17 ઓક્ટોબરઃ 14,146

18 ઓક્ટોબરઃ 13,596

19 ઓક્ટોબરઃ 13,058

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 41 લાખ 08 હજાર 996

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 78 હજાર 247

કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 78 હજાર 098

કુલ મોતઃ 4 લાખ 52 હજાર 651

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 99,12,82,283 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,36,142 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

India reports 14,623 new #COVID19 cases, 19,446 recoveries & 197 deaths in the last 24 hrs as per Union Health Ministry

Total cases: 3,41,08,996
Active cases: 1,78,098
Total recoveries: 3,34,78,247
Death toll: 4,52,651

Total Vaccination: 99,12,82,283 (41,36,142 in last 24 hrs) pic.twitter.com/zgH6bFcJra
— ANI (@ANI) October 20, 2021

કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા

કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

from india https://ift.tt/3n8Itq6
from india https://ift.tt/3n8Itq6
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો