Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસા પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જાણો આ કેસમાં શું શું થયું

Lakhimpur Kheri Violence: છેલ્લી સુનાવણીમાં કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે, પોલીસે આરોપીઓને રિમાન્ડ પર રાખવા પર ભાર નથી મૂક્યો

લખીમપુર ખીરી હિંસા કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. યુપી પોલીસે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો કોર્ટને આપવાની છે. એક અઠવાડિયા પહેલા, યુપી પોલીસને તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપ્યો હતો. ગત સુનાવણીમાં પોલીસે આરોપીઓને રિમાન્ડ પર રાખવાનો આગ્રહ ન રાખતાં કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેને સરળતાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જવા દેવામાં આવ્યો. મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીઓના નિવેદનો ન નોંધવા બદલ કોર્ટે SITને ઠપકો પણ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતના સંબંધમાં વિશેષ તપાસ ટીમ (SIT)એ શનિવારે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સિંઘી નગરના મોહિત ત્રિવેદી, ટિકુનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રિંકુ રાણા અને ધર્મેન્દ્ર સિંહ તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ કસ્ટડીમાં અન્ય આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમના નામ સામે આવ્યા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ મુખ્ય આરોપી છે. 9 ઓક્ટોબરે ધરપકડ કરાયેલો આશિષ મિશ્રા ઉર્ફે મોનુ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ કેસમાં અત્યાર સુધી પકડાયેલા અન્ય આરોપીઓમાં ભાજપના વોર્ડ સભ્ય સુમિત જયસ્વાલ, અંકિત દાસ, લતીફ ઉર્ફે કાલે, શેખર ભારતી, શિશુ પાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ, નંદન સિંહ બિષ્ટ, આશિષ પાંડે અને લવકુશ રાણાનો સમાવેશ થાય છે. આશિષ પાંડે અને લવકુશ રાણા ઉપરાંત અન્ય સાત આરોપીઓને પણ પૂછપરછ માટે કોર્ટની પરવાનગી બાદ પોલીસે તેમની કસ્ટડીમાં લીધા હતા.

from india https://ift.tt/3GkD7AF
from india https://ift.tt/3GkD7AF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો