મુખ્ય સામગ્રી પર જાઓ

Surendranagar : 'હું ટ્રેક્ટર હાંકતો હતો ને પાછળ જોયું તો દીપડો ભાર્યો, ખાલી 20 ફૂટ છેટો હતો'

સુરેન્દ્રનગરઃ સરલા દુધઈની સીમ વિસ્તારમાં દિપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુળી તાલુકાનાં સરલા, દુધઈ, ટીકર અને ખાટડી ગામોનાં સીમ વિસ્તારમાં હાદાસરમાં આજે દિપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ભયનો માહોલ છે. કાલે સાત વાગ્યાનાં અરસામાં હાદાસર વિસ્તારમાં વાડી ધરાવતા વિપુલભાઈ પટેલ ટ્રેક્ટર ચલાવતાં હતાં ત્યારે અચાનક દિપડો ચડી આવ્યો હતો.

વિપુલ નાગરભાઈ પટેલ નામના સડલાના ખેડૂતે કહ્યું કે, હું ટ્રેક્ટર ચલાવતો હતો અને પાછળ જોયું તો દીપડો જોયો. આથી ટ્રેક્ટર લઈને હું દૂર જતો રહ્યો. અંધારું હોવાથી ફોટા આવે તેમ ન હોવાથી ફોટા નથી પાડ્યા. આ પછી દીપડો જતો રહ્યો. દીપડો ખાલી 20 ફૂટ છેટો હતો.

ખેડૂતોમાં નાસભાગ મચી જવા પામી હતી. નજરે જોનાર ખેડૂતે જણાવ્યું કે, ટ્રેક્ટરથી વીસ ફુટ જ દૂર દિપડો નજરે ચડ્યો હતો . તેઓ ટ્રેક્ટર લઇ દૂર ચાલ્યા ગયા હતા. આ વાત સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી અને ખેડૂતોમાં હાલ ભયનું વાતાવરણ ફેલાયું છે.

Mehsana : દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, માતા સહિત બેનાં મોતથી અરેરાટી

મહેસાણાઃ વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.  માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.

અન્ય એક અકસ્માતની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના ધાણેટી પાસે અકસ્માતમાં બન્ને ચાલકના મોત નીપજ્યા છે. ટ્રક અને ડમ્પર ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આગ લાગવાના કારણે બન્ને ડ્રાઇવર સળગીને ભડથું થઈ ગયા. ગત મોડી રાત્રે ભુજ-ભચાઉ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો.

આ સિવાય, વડોદરામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક ગજેન્દ્ર ગોસ્વામીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો. અકસ્માત બાદ કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પલટી મારી હતી. રેસ્ટોરન્ટમાં નોકરી પૂરી કરી ઘરે પરત ફરતાં દલપત બારીયા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

from gujarat https://ift.tt/3Cw2r4j

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...