Traffic Rules: બાળકો લઇને જ્યારે બાઇક ચલાવો ત્યારે કેટલી રાખવી પડશે સ્પીડ, સરકારે આ અંગે શું કહ્યું, જાણો વિગતે

Traffic Rules: બાળખોની સુરક્ષાને ધ્યાનમા રાખતા નિયમ બનાવવા માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે એક ખાસ પ્રસ્તાવ આપ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સાથે જો 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધુ ગતિથી બાઇક કે ટુવ્હીલર ચલાવશો તો ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન ગણાશે. આની સાથે જ પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ટુવ્હીલર પર સફર દરમિયાન નવ મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકો ક્રેશ હેલમેટ પહેરવુ અનિવાર્ય બનાવવામાં આવે.

મંત્રાલયે કેન્દ્રીય મૉટર વાહન અધિનિયમમાં નવીનતમ ફેરફારનુ અનુપાલન કરવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સંશોધન માટે ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ નૉટિફિકેશન અનુસાર, જે મૉટરસાયકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો સવાર હોય, તેના ડ્રાઇવરને બાળકોને ડ્રાઇવરને જોડવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે.

સેફ્ટી હાર્નેસને એક એડસ્ટેબલ વેસ્ટ (બનિયાન) તરીકે પરિભાષિત કરવામાં આવ્યુ છે. આના દ્વારા બાઇક પર સફર કરી રહેલા બાળકને એક સ્ટ્રેપના બાળક સાથે ચોંટી જાય છે. આનાથી એક શૉલ્ડર લૂપ હશે જેને ગાડીનો ડ્રાઇવર પહેરશે.

ડ્રાફ્ટ નૉટિફિકેશને કહ્યું કે, આ રીતથી સેફ્ટી હાર્નેસ દ્વારા બાળકોના શરીરનો ઉપરનો ભાગ સેફ રીતે ડ્રાઇવર સાથે ચોંટી જશે. સાથે જ એ પણ કહેવામાં આવ્યુ કે સેફ્ટી હાર્નેસ ઓછા વજન એટલે કે લાઇટ વેઇટ હોવુ, એડજસ્ટેબલ, વૉટરપ્રૂફ, ટકાઉ અને ત્રઇ કિલો સુધીનુ વજન ઉઠાવી શકે એવુ ડિઝાઇન કરવુ જોઇએ.

from india https://ift.tt/3EmvYOq
from india https://ift.tt/3EmvYOq
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો