મુખ્ય સામગ્રી પર જાઓ

દક્ષિણ આફ્રિકામાં મળ્યું કોરોનાનું નવું વેરિઅન્ટ, ભારતમાં વિનાશ સર્જનાર ડેલ્ટા કરતાં પણ ખતરનાક હોઈ શકે છે

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓએ બહુવિધ પરિવર્તન સાથે કોવિડ 19નું નવું સ્વરૂપ શોધી કાઢ્યું છે. અહીં કોરોનાના કેસોમાં તેજી વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. "કમનસીબે અમે એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચિંતાનું કારણ છે," વાઈરોલોજિસ્ટ તુલિયો ડી ઓલિવિરાએ ઇમરજન્સીમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારીઓએ એક મીટિંગમાં દક્ષિણ આફ્રિકા અને પડોશી બોત્સ્વાનામાં ફેલાતા નવા પ્રકાર B.1.1529ની ચર્ચા કરી હતી. યુસીએલ જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલૉક્સ દ્વારા સાયન્સ મીડિયા સેન્ટરમાં પ્રકાશિત થયેલા નિવેદન અનુસાર, આ પ્રકારનો ઉદ્ભવ કદાચ ક્રોનિક ચેપ ધરાવતા HIV/AIDS દર્દીમાં થયો હતો.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના જણાવ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં નવા પ્રકારના 22 કેસ મળી આવ્યા છે. અત્યારે ડેટા મર્યાદિત છે અને વૈજ્ઞાનિકો ચેપ ફેલાવવાની તેની ક્ષમતાને ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતું નવું સ્વરૂપ ડેલ્ટા કરતાં પણ ખરાબ હોઈ શકે છે, જે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર હતું.

બીજી તરફ, ભારત સરકારે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા આ દેશોમાંથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક સ્ક્રીનિંગ કરવા જણાવ્યું હતું. આ દેશોમાં ગંભીર જાહેર આરોગ્ય અસરો સાથે કોવિડ 19ના નવા પ્રકારો નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો અથવા મુખ્ય સચિવો અથવા સચિવો (આરોગ્ય) ને લખેલા પત્રમાં, તેમને ખાતરી કરવા કહ્યું છે કે ચેપગ્રસ્ત મળી આવેલા મુસાફરોના નમૂના તાત્કાલિક પરીક્ષણ માટે મોકલવામાં આવે.

ભૂષણે પત્રમાં કહ્યું છે કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા જાણ કરવામાં આવી છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોંગકોંગ (1 કેસ)માં કોવિડ 19નું  સ્વરુપ  B. 1.1529 ના કેસો નોંધાયા છે. ભૂષણે કહ્યું, “આ સ્વરુપમાં મોટી સંખ્યામાં ફેલાવાની માહિતી છે. તાજેતરના વિઝા પ્રતિબંધોને હળવા કરવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ખોલવાને ધ્યાનમાં રાખીને આ દેશ માટે ગંભીર જાહેર આરોગ્ય અસરો ધરાવે છે. તેમણે કહ્યું એટલે આ દેશોમાંથી આવતા લોકોનું કડક સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવે.

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે, જેમાં  ચેપ  વધુ ઝડપી ફેલાય તેવી શક્યતા છે, અને અધિકારીઓએ ગુરુવારે તેનાથી સંબંધિત 22 કેસોની પુષ્ટિ કરી છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ડો. ટોમ પીકોકે આ સપ્તાહની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર નવા વાયરસ સ્વરૂપ (b.1.1.529)ની વિગતો પોસ્ટ કરી હતી. જે બાદ વૈજ્ઞાનિકો આ સ્વરૂપની તપાસ કરી રહ્યા છે. જો કે, યુકેમાં તે હજુ સુધી ઔપચારિક રીતે ચિંતાના કારણ તરીકે વર્ગીકૃત થયેલ નથી.

from world https://ift.tt/3d52l93

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...