<p>નવી દિલ્હીઃ આગામી સાત દિવસો સુધી દરરોજ છ કલાક રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ બંધ રહેશે. રેલવે મંત્રાલયે કહ્યું કે, પેસેન્જર સિસ્ટમને કોરોનાના અગાઉની જેમ કામ કરતી કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. રિઝર્વેશન સિસ્ટમને અગાઉની જેમ કામ કરતી કરવા માટે 14 અને 15 નવેમ્બરની રાતથી 20 અને 21 નવેમ્બરની રાત્રે સાડા 11 વાગ્યાથી સવારે સાડા પાંચ વાગ્યા સુધી સિસ્ટમ બંધ રહેશે.</p> <p>રેલવેના મતે આગામી સાત દિવસો સુધી છ કલાક દરમિયાન મુસાફરો પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ, જેમાં ટિકિટ રિઝર્વેશન, કરન્ટ બુકિંગ, કેન્સેલેશન, સેવાઓની જાણકારી સહિત અનેક સેવાઓ બંધ રહેશે. મંત્રાલયે કહ્યું કે, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સિવાય તમામ પૂછપરછ સાથે જોડાયેલી સેવાઓ અગાઉની જેમ કામ કરશે.</p> <p>ભારતીય રેલવે 20 મહિના બાદ એકવાર ફરી સામાન્ય થઇ જશે. રેલવેએ ટ્રેનોને લઇને કોરોના કાળમાં ઉઠાવવામાં આવેલા પગલા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તાજેતરમાં જ રેલવેએ ટ્રેનો પરથી સ્પેશ્યલનો દરજો હટાવી લેવામાં આવ્યો છે. હવે ટ્રેન કોરોના કાળ અગાઉની જેમ સામાન્ય થઇ જશે. તે સિવાય ભાડુ અગાઉની જેમ થઇ જશે.</p> <p>નોંધનીય છે કે કોવિડ પ્રોટોકોલમાં રેલવેએ ટ્રેનોની સ્પેશ્યલ કેટેગરીમાં ચલાવવાની શરૂઆત કરી હતી. જેનો હેતુ ટ્રેનોમાં ભીડને કંન્ટ્રોલ રાખવાનો હતો. સ્પેશ્યલ કેટેગરી ટ્રેનોમાં ભાડુ સામાન્ય ટ્રેનોની સરખામણીએ 30 ટકા વધુ હોય છે. ટ્રેનમાં હવે 0 પણ નહી લાગે. તે જૂના નંબરથી જ ચાલશે. તે સિવાય ભાડુ પણ અગાઉની જેમ લેવામાં આવશે.</p>
from india https://ift.tt/320NcTP
from india https://ift.tt/320NcTP
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો