આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મોટી સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસ પાર્ટીમાં હાલ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને મંથન થઇ રહ્યું છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં નથી. હું હાલ જે પદ પર છું ખુશ છું. પ્રભારી ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે”

શક્તિ સિંહ ગોહિલે પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે,. “પેટાચૂંટણીના નિરાશાજનક પરિણામથી ભાજપ સરકારને હવે જ્ઞાન થયું છે અન તેને વેટ પર નજીવો ઘટાડો કર્યાં છે. જેનાથી પેટ્રોલ ડિઝલના વધેલા ભાવમાં ખાસ કોઇ ફરક પડતો નથી સરકારે એક્સાઇઝ ડ્યુટી એટલી વધારી દીધી છે કે, જો રાજ્ય ઘટાડે તો પણ નજીવ જ કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. જેનાથી કોઇ મોટો ફરક પડતો નથી”

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે રાજકોટમાં ડ્રગ્સના મામલો સામે આવતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ મુદ્દે સક્રિય થવા ની જરૂર છે. રાજ્યના યુવાનો ડ્રગ્સના ભોગ ના બને તેની કાળજી રાજ્ય સરકારે લેવી જોઈએ.ડ્રગ્સ રાજ્યમાં કેવી રીતે આવે છે તે પણ એક મોટો સવાલ છે? કોના માધ્યમ થી મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે છે તેની સઘન તપાસ થવી જોઇએ અને રાજયનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢે માટે રાજ્ય સરકારે નક્કર યોજના તૈયાર કરવી જોઈએ”

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા... શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાયા હતા તેમને મળવા ધારાસભ્ય લલિત કગથરા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો એ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ આવેલા શક્તિસિંહ એ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહત્વનું પ્રમુખ પદ અંગે નિવેદન આપ્યું હતું.... તેમણે કહ્યું હતું કે હું પ્રમુખ પદની રેસમાં નથી.

from gujarat https://ift.tt/3kfgynN
from gujarat https://ift.tt/3kfgynN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો