મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં દિવાળીના સમયે સમી સાંજે સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસ્યાં લૂંટારૂ, લોહીથી લથપથ હાલતમાં મળ્યાં મૃતદેહ, જાણો કેવી રીતે બન્યો બનાવ

અમદાવાદમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ધાટલોડિયાની પારસમણિ સોસાયટીના એક મકાનમાં  વૃદ્ધ દંપતિની હત્યાનો બનાવ બન્યો છે. સિનિયર સિટિઝનની હત્યાથી અમદાવાદ કેટલું સલામતના સવાલ ઉઠી રહ્યાં છે.

અમદાવાદમાં મંગળવાર રાત્રે હડકંપ મચાવી દેતી ઘટના બની છે. અમદાવાદના રન્નાપાર્ક પાસે આવેલ પારસમણિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતિની લૂંટના ઇરાદે હત્યા કરી દેવાઇ. બંને પતિ-પત્નીનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળ્યો.

સબ સલામતના દાવા કરતી અમદાવાદ શહેર પોલીસ વચ્ચે સમી સાંજે ઘાટલોડિયા વિસ્તારમાં ડબલ મર્ડર નો બનાવ સામે આવ્યો છે... ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પારસમણી સોસાયટી માં કે બ્લોક ના બીજા માળે રહેતા સિનિયર  સીટીઝન દંપતીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે... ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી .  જોકે ઘરમાં અંદર જઈને જોતા પ્રાથમિક દ્રષ્ટિ લૂંટ વિથ મર્ડર થયું હોવાનું પોલીસ હનુમાન લગાવી રહી છે.

ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો... એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી ગાંધીનગર એલસીબીની તમામ ટીમો કામે લાગી ચૂકી છે... સબ સલામતીના દાવા અને દિવાળીના સમયમાં સમગ્ર અમદાવાદ શહેરમાં સમી સાંજે બનેલી આ ઘટના પરથી અમદાવાદ કેટલું સલામતના સવાલ ઉઠી રહ્યાં છે.

ઘટનાની મળતી માહિતી મુજબ ઘાટલોડિયાની પારસમણિ સોસાયટમાં રહેતા દંપતીની પૌત્રી બહાર ગઇ હતી. આ દરમિયાન જ કોઇ જાણ ભેદુ  ઘરમાં ઘૂસ્યા અને તીક્ષ્ણ હથિયારથી વૃદ્ધ દંપતિનું ગળું દબાવીને હત્યા કરી દેવાઇ છે. ઓએનજીસીના નિવૃત્ત કર્મચારી અને તેમના પત્નીના લોહીથી લથપથ મૃતદેહ મળ્યાં હતા.ઘરમાં તપાસ કરતા તિજોરી ખુલ્લી જોવા મળી હતી.  આ ઘટનાની તપાસ માટે પોડાસીના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. પૌત્રી ઘરની બહાર જતાં મોકો જોઇને લૂંટારૂ ઘરમાં ઘૂસ્યા હોય અને ઘટનાને અંજામ આપ્યો હોય તેવી પ્રાથમિક દષ્ટીએ જોવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે

from gujarat https://ift.tt/3nSFy55

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...