વડોદરા:દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. તેની સાથે હવે ફરી બ્લેક ફંગસના એટલે કે મ્યુકરમાઇક્રોસિસના કેસ પણ નોંધાઇ રહ્યાં છે. જે ચિંતાજનક સ્થિતિ છે.

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસ કેસ નોંઘાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.રાજ્યમાં હાલ કોરોનાની સાથે ચિકનગિનુયા, ડેન્ગ્યૂ અને તાવના કેસની સાથે મ્યુકરમાઇકોસિસસના કેસ નોંધાયા છે.

વડોદરામાં નોંધાયા મ્યુકરમાઇક્રોસિસના કેસ

કોરોનાની સાથે ફરી બ્લેક ફંગસની બીમારીએ પણ માથું ઉંચક્યું છે. વડોદરામાં કોરોનાના નવા ૬ અને મ્યૂકોરમાઇકોસિસના બે કેસ નોંધાયા છે. તો બીજી તરફ ડેન્ગ્યૂના 18,ચિકનગુનિયાના 27, અને તાવના 817 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4, 26,516 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, વલસાડમાં 4, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1 અને તાપીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 220 નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

કેટલું થયું રસીકરણ?

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1306 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9519 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,04,747 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27,978 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,82,956 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,26,516 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,41,80,817 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

from gujarat https://ift.tt/3kuVf1B
from gujarat https://ift.tt/3kuVf1B
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો