<p>પોતાના જન્મદિવસે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, 2022 પહેલા ઘણી પદયાત્રાઓ, બાઇક રેલીઓ અને કાર રેલીઓ નીકળશે. આજે પદયાત્રાથી સામાજિક એકતાની તાકાત બતાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં રાજકીય શક્તિ પ્રદર્શન પણ બતાવીશું. ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની સામાજિક એકતા અને તાકાતનો પરચો બતાવીશું. આજની આત્મ દર્શન યાત્રા એ યુવાનોને એક કરવાની યાત્રા છે. આજની યાત્રાને રાજકીય કે સામાજિક ગણવી એ લોકોનો વિષય છે. સમાજને મજબૂત કરવા રાજકીય બળ જરૂરી છે. </p>
from gujarat https://ift.tt/3BVekjj
from gujarat https://ift.tt/3BVekjj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો