મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus: ભાજપ શાસિત આ રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લીધેલી મહિલાનું કોવિડ-19થી મોત, અઠવાડિયામાં બીજો મામલો આવતાં ફફડાટ

Coronavirus: ભોપાલમાં કોરોના રસીના બંને ડોઝ લેનારી એક 54 વર્ષીય મહિલાનું કોવિડ-19થી મોત થતાં ફફડાટ ફેલાયો છે. અધિકારીના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશમાં રસીના બંને ડોઝ લેવા છતાં કોરોનાથી મોત થયું હોય તેવો એક સપ્તાહની અંદર બીજો મામલો છે.

ક્યારે સંક્રમિત થઈ હતી મહિલા

ભોપાલના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. પ્રભાકર તિવારીએ કહ્યું. એમ્સમાં કોરોના સંક્રમણથી એક મહિલાનું મોત થયું છે. તેણે કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. મૃતક મહિલાના એક સંબંધી તથા ભોપાલના જાણીતા તબીબે જણાવ્યું કે, મહિલાને 15 નવેમ્બરે કોરોના હોવાની પુષ્ટિ થયા બાદ ભોપાલ એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની ઉંમર 54 વર્ષ હતી અને ગુરુવાર-શુક્રવાર દરમિયાન રાતે 12.30 કલાકે તેનું મોત થયું. તે પૂરી રીતે સ્વસ્થ હતી અને કોઈ બીમારી નહોતી. તે બ્લડ પ્રેશરની સમસ્યા હતી. મૃતક મહિલાનો પતિ મધ્ય પ્રદેશ સરકારમાં ડોક્ટર છે.

આ પહેલા 69 વર્ષીય વ્યક્તિનું થયું હતું મોત

આ પહેલા ગત રવિવારે ઈન્દોરમાં 69 વર્ષના વ્યક્તિનું મૃત્યુ કોવિડ-19થી થયું હતું. તેણે પણ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. મધ્યપ્રદેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 78 છે, જ્યારે 7,82,406 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 10,526 સંક્રમિતોના અત્યાર સુધીમાં મોત થયા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,488 નવા કેસ નોંધાયા છે અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,329 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 116,50,55,210 લોકોનું રસીકરણ થયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,16,49,378 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,74,099 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 10 હજાર 413

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 037

એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 714

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 662

from india https://ift.tt/32mNhkT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...