Coronavirus: કોરોના કાળમાં આશરે દોઢ વર્ષ સુધી સ્કૂલો બંધ રહ્યા બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થવા લાગ્યું છે. ગુજરાતમાં પણ આજથી ધો.1 થી 5ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન તેલંગાણાથી એક ડરાવનારા સમાચાર સામે આવ્યા છે.

તેલંગાણાના ખમ્મ જિલ્લી સરકારી રેસિડેન્સિયલ સ્કૂલના 288 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના ફેલાયો હોવાની જાણકારી મળતાં જ વિદ્યાર્થીઓના માતા-પિતા સ્કૂલે પહોંચી ગયા અને બાળકોને ઘરે મોકલવાની અપીલ કરી હતી. સ્વાસ્થ્ય વિભાગે શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો સામૂહિક કોરોના ટેસ્ટ કરવાનો ફેંસલો કર્યો છે. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં 575 વિદ્યાર્થી છે.

તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી ટી.હરીશ રાવે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન કર્યો અને સંક્રમિત વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે અધિકારીઓને શ્રેષ્ઠ સારવાર આપવા અને કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના ઉપાયો કરવા આદેશ આપ્યો હતો.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 116,87,28,385 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,99,337 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,25,24,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,83,5679 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218

એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598

from india https://ift.tt/3kU7q87
from india https://ift.tt/3kU7q87
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો