Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સપ્તાહે છઠ્ઠી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 51માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 154માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8774 નવા કેસ નોંધાયા છે અને 621 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9481 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,05,691 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5144 કેસ નોંધાયા છે અને 554 સંક્રમિતોના મોત થયા છે.

છેલ્લા છ દિવસમાં કોરોનાના નોધાયેલા કેસ અને મૃત્યુ

શનિવારે 8318 નવા કેસ અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે 10,549 નવા કેસ અને 488 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે 9119 નવા કેસ અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 121,94,71,134 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 82,86,058 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

India reports 8,774 new cases, 621 deaths and 9,481 recoveries in the last 24 hours; Active caseload stands at 1,05,691; lowest in 543 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/VYyR2NWPwT
— ANI (@ANI) November 28, 2021

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 10,91,236 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 72 હજાર 523

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 98 હજાર 278

એક્ટિવ કેસઃ 1 લાખ 5 હજાર 691

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 554

from india https://ift.tt/32EKKTj
from india https://ift.tt/32EKKTj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો