Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 41માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 144માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 11,919 નવા કેસ નોંધાયા છે અને 470 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,242 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,28,762 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6849 કેસ નોંધાયા છે અને 61 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6046 લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 113 કરોડને પાર પહોંચ્યો છે. બુધવારે 10,197 નવા કેસ નોંધાયા હતા અને 301 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 69 હજાર 652

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 73 હજાર 161

એક્ટિવ કેસઃ 1 લાખ 28 હજાર 762

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 64 હજાર 426

#COVID19 | Of the 11,919 new cases, 11,242 recoveries & 470 deaths reported in the last 24 hours, Kerala reported 6849 fresh cases, 6046 recoveries and 61 deaths.
— ANI (@ANI) November 18, 2021

શું અમદાવાદ ફરી બનશે કોરોનાનું હોટ સ્પોટ ?

દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે. આજે નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્ છે. નવા નોંધાયેલા કેસ પૈકી દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.દક્ષિણ -પશ્ચિમમાં આવેલા જોધપુર વોર્ડમાં કોરોનાના છ કેસ નોંધાયા છે.જયારે નવરંગપુરા, પાલડી તેમજ નારણપુરા વોર્ડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.આ સિવાયના કેસ શહેરના અન્ય વિસ્તારમાં નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. બુધવારે નવા બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જે પૈકી પોલીટેકનીક પાસે આવેલા કરમણ્ય ફલેટના આઠ ફલેટમાં રહેતા ૧૮ લોકોને તેમજ નવરંગપુરા વોર્ડના શ્રેયસ ટેકરા ખાતે આવેલા તુલીપ સીતાડેલના જી બ્લોકના ચોથા,પાંચમા અને છઠ્ઠા માળના છ મકાનમાં રહેતા વીસ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદ શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળની સંખ્યા ચાર ઉપર પહોંચી છે.

from india https://ift.tt/3qMgMGU
from india https://ift.tt/3qMgMGU
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો