India Corona Cases: કોરોનાના વળતા પાણી, 538 દિવસના નીચલા સ્તરે પહોંચ્યા કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 45માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 148માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે દેશમાં 10,488 નવા કેસ નોંધાયા હતા અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 116,87,28,385 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,99,337 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,25,24,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,83,5679 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

#COVID19 | Of the 8,488 new cases, 12,510 recoveries & 249 deaths reported in the last 24 hours, Kerala recorded 5080 cases, 7908 recoveries and 40 deaths.
— ANI (@ANI) November 22, 2021

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218

એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598

from india https://ift.tt/3xifCEs
from india https://ift.tt/3xifCEs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો