મુખ્ય સામગ્રી પર જાઓ

Insurance ના પૈસાના લોભમાં વ્યક્તિએ ટ્રેન સામે કૂદીને કપાવ્યા બંને પગ, છતાં ન મળ્યા 23 કરોડ!

Viral News: દરેક વ્યક્તિ તેના સુરક્ષિત ભવિષ્ય માટે વીમો લેતા હોય છે, જેથી ભવિષ્યમાં તેમને કોઈપણ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પરંતુ, એક વ્યક્તિએ ઈન્સ્યોરન્સના પૈસા માટે એવું કૃત્ય કર્યું કે જેને સાંભળીને બધા ચોંકી ગયા. ઈન્સ્યોરન્સના પૈસાના લોભમાં એક વ્યકિતએ જાણી જોઈને ટ્રેનની સામે સૂઈને તેના બંને પગ કાપી નાખ્યા. ઈન્સ્યોરન્સ પોલિસીના પૈસા મળે તે માટે તેણે આમ કર્યુ હતુ. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પછી પણ તેને વીમાના પૈસા મળી શક્યા નથી. આ વ્યક્તિએ એક નહીં પરંતુ 14 વીમા પોલિસી લીધી હતી, જેની કુલ રકમ 23 કરોડ હતી.

ક્યાંનો છે મામલો

ન્યૂઝ પોર્ટલ 'ડેઈલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આ ચોંકાવનારો મામલો હંગેરીના નાયર્કસાઝારી શહેરનો છે. આ મામલાની સુનાવણી કરતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે કહ્યું કે સેન્ડોર (સેન્ડોર સીએસ) નામની વ્યક્તિ જાણીજોઈને £2.4 મિલિયન એટલે કે લગભગ 23 કરોડ 97 લાખ રૂપિયાના લોભમાં ટ્રેનની સામે સૂઈ ગઈ અને તેના બંને પગ કપાઈ ગયા. તમને જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 2014ની છે જ્યારે 54 વર્ષની ઉંમરમાં સેન્ડરે પોતાના બંને પગ ગુમાવ્યા હતા. હવે તે પ્રોસ્થેસિસનો ઉપયોગ કરી રહ્યો છે અને વ્હીલચેરમાં છે.

વીમા કંપનીને કેવી રીતે પડી શંકા

સેન્ડરે તેના પગ કપાઈ ગયા પછી પૈસા માટે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો પરંતુ પાછળથી તેની ચોરી પકડાઈ ગઈ. સેન્ડરનો પગ કાપવામાં આવ્યો ત્યારે થોડા દિવસો પહેલા તેણે 14 ઉચ્ચ જોખમી જીવન વીમા પોલિસી લીધી હતી. જ્યારે ઈન્સ્યોરન્સ કંપનીને આ વાતની જાણ થઈ તો તેને શંકા ગઈ અને તેણે ઈન્સ્યોરન્સના પૈસા ચૂકવવાનો ઈન્કાર કરી દીધો, ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો. જેમાં કોર્ટનો નિર્ણય વીમા કંપનીઓની તરફેણમાં આવ્યો.

યુવકે શું કર્યો બચાવ

આ મામલે સેન્ડરે કહ્યું કે તેણે જાણી જોઈને આવું નથી કર્યું. તેનો પગ કાચના ટુકડા પર લપસી ગયો અને તેણે સંતુલન ગુમાવ્યું અને તે ટ્રેનના પાટા પર પડી ગયો. જેમાં તેના બંને પગ ખોવાઈ ગયા હતા.

from world https://ift.tt/3kAD6iZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...