અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને લઇને પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સપ્તાહના પાંચ દિવસ દોડશે.અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને લઇને પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સપ્તાહના પાંચ દિવસ દોડશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ-મુંબઇ દોડતી તેજસ ટ્રેન આ પહેલા સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એકસ્પ્રેસ ટ્રેનના સંચાલનના વિસ્તરણ નિર્ણય કરતાં આ આ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે.

ઉલ્લેખનિય છે કે, બીજી લહેરની સરખામણીમાં કોવિડના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આ સ્થિતિમાં તેજસ ટ્રેનને હવે સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિ અને રવિવાર, અમદાવાદથી મુંબઇ તેજસ એક્પ્રેસ દોડશે. ટૂંકમાં મંગળ અને ગુરૂવાર સિવાયના તમામ દિવસ તેજસ એક્સપ્રેસ દોડશે. 22 ડિસેમ્બરથી આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી. જોકે હવે તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર, તે સામાજિક મુદ્દાઓ પર ટ્વિટર પર પોતાની વાત રાખે છે. પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેકર્સની પહોંચથી દૂર નથી. હેકર્સે શનિવારે મોડી રાત્રે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટમાં પ્રવેશ કર્યો હતો.

જો કે, હેક થયા બાદ કરવામાં આવેલ પ્રથમ ટ્વિટ થોડીવાર પછી ડિલીટ કરવામાં આવી હતી અને ફરી એકવાર તે જ ટ્વિટ રીપીટ કરાઇ હતી સાથે જ આ ટ્વીટ પણ હટાવી દેવામાં આવી હતી. પીએમઓ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે કે, પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, PM મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ બાબતની જાણ ટ્વિટરને કરાતા, એકાઉન્ટ તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

<a href="https://ift.tt/3IF98od Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

from gujarat https://ift.tt/3dL2Ghs
from gujarat https://ift.tt/3dL2Ghs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો