મુખ્ય સામગ્રી પર જાઓ

આખરે ભારત સામે ઝુક્યું ચીન: ભારતની નારાજગી બાદ ચીને આ પ્રોજેક્ટને કરી દીધો સ્થગિત, જાણો શું છે વિગત

ચીને ભારતની નજીક આવેલા શ્રીલંકાના ત્રણ ટાપુઓમાં હાઇબ્રિડ પાવર પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ મુલતવી રાખ્યો છે. ભારતનું નામ લીધા વિના ચીની દૂતાવાસે ટ્વિટ કરીને થર્ડ પાર્ટી વાંધાની વાત જણાવી છે. ચીની દૂતાવાસે ટ્વીટ કર્યું, "સિનો સોર હાઇબ્રિડ ટેક્નોલોજીએ તૃતીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષાની ચિંતાઓને કારણે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે."

મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાએ જાન્યુઆરીમાં ચીનની ફર્મ સિનો સોર હાઇબ્રિડ ટેક્નોલોજીસને જાફના કિનારે આવેલા ડેલ્ફ્ટ, નાગાદિપા અને અનાલાથિવુ ટાપુઓમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કરાર કર્યો હતો. ભારતે આ ટાપુઓ પર ચીનની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે જ સમયે, ગયા મહિને શ્રીલંકાએ કોલંબો પોર્ટના ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસાવવા માટે એક ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

પરંતુ આ કોન્ટ્રાક્ટ અગાઉ ભારત અને જાપાનને આપવાનો હતો, પરંતુ શ્રીલંકાએ આ ત્રિપક્ષીય સોદો રદ કર્યો હતો. કરાર સહાયક પાવર સપ્લાય વિશ્વસનીયતા સુધારણા પ્રોજેક્ટનો એક ભાગ હતો. શ્રીલંકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને જાફનાના ડેલ્ફ્ટ, નૈનાથિવુ અને અલનાથિવ ટાપુઓમાં પ્રોજેક્ટ માટે બિડ જીતી હતી. આ ત્રણેય ટાપુઓ ભારતના તમિલનાડુ રાજ્યની ખૂબ નજીક આવેલા છે. ચીની દૂતાવાસે કહ્યું કે ચીની કંપનીએ હવે માલદીવની સરકાર સાથે માલદીવના 12 ટાપુઓમાં 12 સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 29 નવેમ્બરે કરાર કર્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, 2021 ની શરૂઆતમાં, ભારતે ડેડેલફ્ટ, નાગદીપ અને અનાલથિવુમાં નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટના નિર્માણ માટે ચીનની કંપનીને ટેન્ડર આપવાનો સખત વિરોધ કર્યો હતો. આ કરાર સહાયક વીજળી પુરવઠાની વિશ્વસનીયતા સુધારણા પ્રોજેક્ટનો એક ભાગ હતો, જે સિલોન ઈલેક્ટ્રીસિટી બોર્ડ (CEB) દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

from world https://ift.tt/3diAGRR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...