<p>ભૂજઃ કચ્છના ભૂજની જીઆઈસી જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. મળતી જાણકારી અનુસાર કચ્છના ભૂજની જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ હોબાળો મચાવ્યો હતો.</p> <p>મળતી જાણકારી અનુસાર, ત્રણેય પાકિસ્તાની કેદીઓ જેલની ઓફિસમાં જઈને એકદમ ઉશ્કેરાઈને પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેદીઓ કહેવા લાગ્યા હતા કે અમારે અહીં જેલમાં નથી રહેવુ. કેટલો સમય જેલમાં રાખશો. આટલું બોલી પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં ધમાલ મચાવી હતી. ત્રણેય પાકિસ્તાની કેદીઓએ જેલમાં માટલા ફોડીને પોતાના માથાના ભાગે પણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ભૂજ બી ડીવીઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.</p> <p> </p>
from gujarat https://ift.tt/3lXnhnc
from gujarat https://ift.tt/3lXnhnc
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો