ભરૂચઃ તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનો નશ્વર દેહ શુક્રવારે સાંજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાનભૂમિમાં પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. જનરલ રાવતને ૧૭ તોપોની સલામતી આપવાની સાથે જ ૩૩ સૈન્ય કર્મચારીઓે અંતિમ વિદાય પણ આપી હતી. સીડીએસ અને તેમનાં પત્નીની બધી જ અંતિમ ક્રિયાઓ તેમની પુત્રીઓએ કરી હતી. જનરલ રાવત પર અમરેલીના યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ હવે ભરૂચના પોલીસકર્મીના પુત્રએ અભદ્ર કોમેન્ટ કરી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચના શખ્સે દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઇને શોકાંજલી વ્યક્ત કરતી એક યુવાનની પોસ્ટ પર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પગલે એસઓજી ભરૂચ PSI શકૂરિયાએ પીઆઈ કે. ડી. મંડોરાના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

ક્યાં રહે છે આરોપી

ફિરોજ દિવાન ભરૂચના મનુબર રોડ પર આવેલી મુન્સી સ્કૂલ પાસેની સકુન બંગ્લોઝ ખાતે રહે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તેની સામે દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડોહળવવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી ધરપકડની કરી છે.

નિવૃત્ત પીએસઆઈ પિતાએ શું કહ્યું

પોલીસ વિભાગમાં પહેલા ભરૂચમાં એએસઆઇ અને બાદમાં પ્રમોશન મેળવીને પીએસઆઇ તરીકે અન્ય જિલ્લામાંમાં ફરજ બજાવીને નિવૃત થયેલા તેના પિતાએ મામલામાં પુત્રના કૃત્ય અંગે ખેદ વ્યકત કર્યો હતો.ઉપરાંત સમગ્ર પ્રકરણમાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે રજુઆત કરી હતી.

એસઓજી પીઆઈએ શું કહ્યું

એસઓજી પીઆઇ કે.ડી.મંડોરાએ જણાવ્યું હતું કે, દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશિયલ મિડીયાની પોસ્ટ પર અભદ્ર ટીપ્પણી કરનાર ફિરોજ દિવાનની ધરપકડ કરાઇ છે.

from gujarat https://ift.tt/3GDiDCL
from gujarat https://ift.tt/3GDiDCL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો