મુખ્ય સામગ્રી પર જાઓ

માવઠા બાદ રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ, આ તારીખથી કડકતી ઠંડી પડવાની આગાહી

રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં તો વરસાદ પણ પડ્યો છે. જોકે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રવિવારે હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે આગામી ચાર પાંચ દિવસ સુધી તાપમાનમનાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણે સવારે 8.30 વાગ્યે 78 ટકા અને સાંજે 5.30 વાગ્યે 59 ટકા નોંઘાયું હતું.

10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાને અનુમાન આપ્યું છે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદ જ નહીં પણ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારે 10 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતાઓ છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

વરસાદને કારમે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે વરસાદના કારણે શાકભાજી, કઠોર, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે અને વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ પણ અટકી ગયું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં રોજ 50 હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે.

from gujarat https://ift.tt/3DrnfK6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

India Corona Update : દેશમાં આજે 43,509 કેસ નોંધાયા, રિકવરી રેટ 97.38 ટકા

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું.

India reports 43,509 fresh infections, 38,465 recoveries in the last 24 hours; Active caseload currently at 4,03,840, recovery rate at 97.38%: Ministry of Health and Family Welfare pic.twitter.com/yAKlSwOFaQ
— ANI (@ANI) July 29, 2021

એકબાજુ જ્યાં...