Karachi Blast: પાકિસ્તાનના કરાંચીના શેરશાહ પારાચા ચોક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. એક ઇમારમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયાના સમાચાર છે. અનેક લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. એક રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ એક પ્રાઇવેટ બેન્ક પાસે થયો હતો. આ વિસ્તારમાં સ્થિત અન્ય ઇમારતને વિસ્ફોટના કારણે નુકસાન પહોંચ્યું છે. પોલીસ અને બચાવ અધિકારી વિસ્ફોટ સ્થળ પર પહોંચી ગયા છે.

એક અધિકારીએ કહ્યું કે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે. એ જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે કે વિસ્ફોટ ક્યા કારણોસર થયો છે. પોલીસ અને રેન્જર્સના અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.

Ten killed, scores injured in an explosion at a building in Karachi's Shershah Paracha Chowk area, this afternoon: Pakistan Media
— ANI (@ANI) December 18, 2021

એસએચઓ ઝફર અલી શાહે કહ્યું કે વિસ્ફોટ એક બેન્કની નીચે આવેલા ગટરમાં થયો છે. અધિકારીઓને શંકા છે કે ઇમારત નીચે ગટરમાં ગેસ જમા થવાના કારણે વિસ્ફોટ થયો છે. એસએચઓએ કહ્યું કે પરિસારને ખાલી કરવા માટે બેન્કને નોટિસ આપવામાં આવી હતી જેથી ગટરની સફાઇ કરી શકાય. વિસ્ફોટના કારણે એક પેટ્રોલ પંપને પણ નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો

<a href="https://ift.tt/3p8ZPoI Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત

<a href="https://ift.tt/3p4EJYP Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન

<a href="https://ift.tt/3E6MHVI Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ

from world https://ift.tt/33KmArb
from world https://ift.tt/33KmArb
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો