Omicron Threat : ગુજરાતના કયા શહેરમાં અમેરિકાથી આવેલો કોરોનાગ્રસ્ત વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર?

ખેડાઃ અમેરિકાથી ગુજરાત આવેલા કોરોનાગ્રસ્ત વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ઓમિક્રોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર થઈ જતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે. નડિયાદમાં કોરોનાગ્રસ્ત દર્દી હોમ ક્વોરન્ટીનમાંથી ગાયબ થઈ ગયા છે.

નડિયાદની ચોક્સી પોળમાં રહેતા વૃદ્ધ ઘરને તાળું માર્યા વગર હોમ ક્વોરન્ટાઇનમાંથી ગાયબ થઈ ગયા છે. પોલીસ બંદોબસ્તના દાવા છતાં કોરોનાગ્રસ્તનો પતો નહીં. નડિયાદ શહેરના સાંથ બજારમાં આવેલ ચોક્સીપોળમાં રહેતા શાહ પરિવારના સભ્ય તા.22 નવેમ્બરના રોજ અમેરિકાથી આવ્યા હતા.

3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરંટાઈન કરાયા હતા. ખેડા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરાયેલ દર્દી પરિવાર સાથે ઘરેથી નીકળી જતા તંત્ર દોડતું થઇ ગયું. વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હોઇ તંત્ર દ્વારા તેઓને ઘરે હોમ આઈસોલેટ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

પોલીસ વિભાગને ઘરનો વિસ્તાર ક્વોરન્ટાઈન કરેલ હોઇ માણસ મુકવા સુચના આપવામાં આવી હતી. છતાં કોરોનાગ્રસ્ત દર્દી ઘરેથી ગાયબ થઇ ગયા છે. 65 વર્ષીય વૃદ્ધ તેમના પરિવાર સાથે રાત્રીના સમયે ઘરેથી ગાયબ છે. આરોગ્ય વિભાગની ટીમને આ બાબતે જાણ થતા આજે પોલીસ સાથે દર્દીની ઘરે પહોંચતા ઘરે તાળું જોવા મળ્યું.તંત્રને આજુબાજુમાં રહેતા પાડોશીઓ પાસેથી મળી રહ્યા છે અલગ અલગ જવાબ.
કોઈ પડોશી કહે છે કે તેઓ અંબાજી ગયા છે, તો કોઇ કહે છે કે આણંદ ગયા છે. વળી થોડે દુર રહેતા તેમના ભાઈએ તંત્રને જણાવ્યું કે તેમનો આર.ટી.પી.સી.આર બીજા દિવસે નેગેટિવ આવતા તેઓ અમેરિકા પરત જતા રહ્યા છે. વૃદ્ધ ઘરે આવે તો જાણ થાય તે હેતુ હાલ તો ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

from gujarat https://ift.tt/3GkLA63
from gujarat https://ift.tt/3GkLA63
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો