યુક્રેનનો રશિયા પર પલટવાર, 3500 રશિયન સૈનિકો, ટેન્ક, વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો કર્યો દાવો, ફોટા પણ જાહેર કર્યા

Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે. છેલ્લા ત્રણ દિવસોથી સતત રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયાની સેનાએ અત્યાર સુધી યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલો અને બોમ્બનો મારો ચલાવ્યો છે. એક બાજુ રશિયન સૈનિકો જબરદસ્ત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેને પણ પલટવાર કરવાનું મન બનાવી લીધું છે.

હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.

યુક્રેને ફોટા પણ જાહેર કર્યાઃ

આ દરમિયાન, યુક્રેનની સૈનાએ કહ્યું કે, તેઓએ બીજા રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ વિમાનના ફોટા પણ જાહેર કર્યા છે. યુક્રેનના સૈનિકોએ કહ્યું કે, આ રશિયન વિમાન ખાર્કોવ શહેરની ઉપર આકાશમાં આવ્યું હતું એ સાથે જ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ પહેલા યુક્રેને કાળા સમુદ્રમાં અન્ય એક રશિયન વિમાન રશિયન SU-30ને તોડી પાડવાનો દાવો કર્યો હતો.

રાત્રે યુદ્ધ વધુ વકર્યુંઃ

મળતી માહિતી અનુસાર, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ રાત્રે વધુ ઉગ્ર બની ગયું હતું. યુદ્ધ દરમિયાન રોવેન્કી શહેરમાં થયેલી મોટી તબાહીના ભયાનક ફોટા સામે આવ્યા છે. આ સમયે, રશિયન હુમલાના કારણે એક ઓઇલના ડેપોમાં ભારે આગ લાગી હતી. આગના કારણે આકાશમાં ઉંચે સુધી આગની જ્વાળાઓ પણ ઉછળી હતી. આ સિવાય ગઈકાલે રાત્રે જ રાજધાની કિવની નજીક વાસિકોવાના ઓઈલ ડેપો પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’

from world https://ift.tt/0IOUG6E
from world https://ift.tt/0IOUG6E
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો