મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનની રાજધાની કીવને કરી તબાહ, લોકો જીવ બચાવવા શેલ્ટર હોમમાં આશરો લેવા મજબૂર

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા  દિવસે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્ધારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ગઇ છે. લોકો  જીવ બચાવવા માટે સબ-વે સ્ટેશનો અને બંકરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવની પાસે પહોંચી ગયા છે. કીવ બહાર રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં રશિયાના 60 સૈનિકો માર્યાનો યુક્રેને દાવો કર્યો હતો.

કિવ સહિત યુક્રેનના અનેક શહેરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાર્કિવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. મેરુપોલ શહેરમાં લશ્કરી થાણાની આસપાસ ઘણી ઇમારતો તબાહ થઇ ગઇ છે અને રસ્તાઓ તૂટી ગયા હતા. ઓડેસા શહેરના ઓઇલ સ્ટેશનો પણ આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. શહેરોમાં ખાણી-પીણીથી લઈને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓની અછત છે.બીજી તરફ રશિયા અને યુક્રેન સરકારોએ વાતચીતના સંકેત આપ્યા  હતા. રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો યુક્રેન શસ્ત્રો છોડી દે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. બીજી તરફ યુક્રેને વિશ્વના દેશોને રાજધાનીની રક્ષા કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.

યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર કર્યું કે આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરશે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા Sergii Nykyforov સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાઇ છે.રશિયાએ કહ્યું કે યુક્રેનને મળવા માટે બેલારૂસની રાજધાનીમાં મળવાની ઓફર રજૂ  કરાઇ હતી પરંતુ યુક્રેને એ તટસ્થ દેશમાં વાતચીત માટેની વાત કરી હતી.

Sergii Nykyforovએ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે "અમે રશિયન ફેડરેશનના પ્રમુખના પ્રસ્તાવ માટે સહમત થયા છીએ." પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે રશિયાની દરખાસ્ત "બંદૂકના બેરલ પર" મુત્સદ્દીગીરી કરવાનો પ્રયાસ હતો અને જો તે વાટાઘાટો કરવા તૈયાર હોય તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાએ યુક્રેન પર બોમ્બમારો બંધ કરવો જોઈએ.

બીજી તરફ યુક્રેનના  સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને રશિયન સૈનિકોને ભગાડવા માટે પેટ્રોલ બોમ્બ બનાવવાનુ કહેવામાં આવ્યું હતું.  યુક્રેનના રાષ્ટ્રપતિએ એક વીડિયોમાં કહ્યું કે "અમે અહીં છીએ. અમે કિવમાં છીએ. અમે યુક્રેનની સુરક્ષા કરી રહ્યા છીએ." અગાઉ અન્ય એક વીડિયોમાં તેણે કહ્યું, "હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી તેઓ યુક્રેનના નાગરિક છે. અમને એવી માહિતી મળી છે કે હું રશિયાના પહેલા નિશાના પર છું અને મારો પરિવાર બીજા નિશાના પર છે.

યુક્રેન-રશિયા યુદ્ધથી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે સમગ્ર વિશ્વ પર તેની અસર પડી રહી છે. દરમિયાન, યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે રશિયન સૈનિકોએ હવે તેમની બેરેકમાં પાછા ફરવું જોઈએ.યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા આજે રાજધાની કિવ પર હુમલો કરી શકે છે. રશિયન સેના સતત કિવ તરફ આગળ વધી રહી છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા આજે રાજધાની કિવને તબાહ કરવાનો પ્રયાસ કરશે.

રશિયન સૈન્ય વિમાનને તોડી પાડ્યા બાદ યુક્રેને દાવો કર્યો છે કે તેણે કીવમાં 60 રશિયન સૈનિકોને  માર્યા છે.  રશિયન સૈનિકો કિવથી 40 કિલોમીટર દક્ષિણમાં વાસિલ્કિવમાં પ્રવેશ્યા હતા. યુક્રેન આ સૈનિકોને તોડફોડ કરનારા તત્વો કહે છે. વાસિલ્કિવમાં રશિયન સૈનિકો સાથે અથડામણ થઈ હતી. યુક્રેનનો દાવો છે કે રશિયન પેરાટ્રૂપર્સે 37 હજાર લોકોના શહેર વાસિલ્કિવ પર હુમલો કર્યો હતો. આમાં યુક્રેનની સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

from world https://ift.tt/4q8TFre

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R