મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: કિવમાં ઓઈલ ડેપો પર રશિયાઓ છોડી મિસાઈ,લ, ઝેરી ગેસથી લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, જુઓ Video

Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે.  રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. કિવને કબજે કરવા રશિયાએ હુમલા તેજ કર્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

યુક્રેનના ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી હતી. વાસિલકીવ શહેરમાં એક તેલ ડેપોને પણ રશિયન બેલેસ્ટિક મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. કિવમાં ઓઈલ ડેપો પર મિસાઈલ હુમલા બાદ ઝેરી ધુમાડો ફેલાઈ ગયો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અને ઘરની બારી પણ ન ખોલવા ચેતવણી આપવામાં આવી છે.

BREAKING: Oil depot on fire after missile strike near Kyiv pic.twitter.com/TQkz7s8xiq
— BNO News (@BNONews) February 26, 2022

એક બાજુ રશિયન સૈનિકો જબરદસ્ત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેને પણ પલટવાર કરવાનું મન બનાવી લીધું છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.

યુક્રેને ફોટા પણ જાહેર કર્યાઃ

આ દરમિયાન, યુક્રેનની સૈનાએ કહ્યું કે, તેઓએ બીજા રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ વિમાનના ફોટા પણ જાહેર કર્યા છે. યુક્રેનના સૈનિકોએ કહ્યું કે, આ રશિયન વિમાન ખાર્કોવ શહેરની ઉપર આકાશમાં આવ્યું હતું એ સાથે જ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ પહેલા યુક્રેને કાળા સમુદ્રમાં અન્ય એક રશિયન વિમાન રશિયન SU-30ને તોડી પાડવાનો દાવો કર્યો હતો.

from world https://ift.tt/0JvD845

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...