મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લોહિયાળ યુદ્ધનો આજે ચોથો દિવસ છે. છે. રશિયાના આધુનિક હથિયારો અને તોપો યુક્રેનમાં તબાહી મચાવી રહ્યા છે. આ બંને દેશો વચ્ચેની સ્થિતિ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહી છે. વાસ્તવમાં બંને દેશોના સંબંધો છેલ્લા એક મહિનાથી ખરાબ ચાલી રહ્યા હતા. આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૈન્ય કાર્યવાહીના આદેશ બાદ ગુરુવાર સવારથી યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે.  આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું યુક્રેનને લઈ રશિયા પર લગાવવામાં આવી રહેલા પ્રતિબંધોનો વિકલ્પ એકમાત્ર વિકલ્પ ત્રીજ વિશ્વ યુદ્ધની શરૂઆત હશે.

શું કહ્યું બાઈડેને

બાઈડેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું માત્ર એક જ વિકલ્પ છે કે રશિયા સાથે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે. બીજો વિકલ્પ એ છે કે જે દેશો આંતરરાષ્ટ્રીય કાનૂનની વિરુદ્ધમાં કામ કરે તેમને આમ કરવા માટે તેની કિંમત ચૂકવવી પડે. બાઇડેને કહ્યું, મને લાગે છે કે આર્થિક અને રાજકીય પ્રતિબંધ ઈતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધ છે.

યુક્રેનમાં ભારે તબાહીની સ્થિતિ છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુક્રેનમાં નાગરિકો પર હુમલાની સાથે સાથે સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને તમારી આંખોને ભીની થતી અટકાવવી મુશ્કેલ થઈ રહી છે.

યુક્રેન પર હુમલાને લઈને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ બધી ચિંતાઓને બાયપાસ કરીને સતત હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકાએ ફરી એકવાર વધુ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે અને રશિયાને તેના ખોટા નિર્ણયના ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી છે. ભારતે પણ પહેલ કરી છે, પુતિને શાંતિ તરફ પગલા ભરવા અપીલ કરી છે.

સેટેલાઇટ તસવીરો સામે આવી

અમેરિકાની એક ખાનગી કંપનીએ સેટેલાઇટ ફોટો દ્વારા ખુલાસો કર્યો છે કે રશિયાએ યુક્રેન પર મોટા પ્રમાણમાં કબજો કરી લીધો છે. જો તાજેતરની તસવીરનું માનીએ તો, રશિયાએ યુક્રેનના નોવા કાખોવકામાં નીપર નદી પર કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ પાસે પહેલેથી જ તેની સેના તૈનાત કરી દીધી છે.

from world https://ift.tt/KYblkG8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...