Ukraine-Russia Conflict: યુક્રેનના રાષ્ટ્રપતિએ વધતા તણાવ વચ્ચે પુતિનને શેનો આપ્યો પ્રસ્તાવ ? જાણો વિગત

Ukraine Offers Russia To Talk: યુક્રેન-રશિયા તણાવ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ શનિવારે કટોકટી ઉકેલવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો. ઝેલેન્સકીએ મ્યુનિક સુરક્ષા પરિષદમાં કહ્યું"મને ખબર નથી કે રશિયાના રાષ્ટ્રપતિ શું ઈચ્છે છે, તેથી, હું તેને મીટિંગની ઓફર કરું છું." ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા વાટાઘાટો માટે સ્થળ પસંદ કરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, "યુક્રેન સંકટના શાંતિપૂર્ણ નિરાકરણ માટે માત્ર રાજદ્વારીનો માર્ગ અપનાવશે." જો કે, ઝેલેન્સકીના પ્રસ્તાવ પર રશિયા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

યુક્રેનના ટોચના સૈન્ય અધિકારી પર તોપમારો

પૂર્વી યુક્રેનમાં સંઘર્ષ મોરચાના પ્રવાસ દરમિયાન યુક્રેનના ટોચના સૈન્ય અધિકારીઓને તોપમારો થયો હતો. અધિકારીઓએ તોપમારોથી બચવા માટે આ વિસ્તારમાં બનાવેલા બોમ્બપ્રૂફ શેલ્ટરમાં આશ્રય લીધો હતો. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના એક પત્રકારે આ માહિતી આપી.

યુક્રેને રશિયાના દાવાને "બનાવટી નિવેદન" ગણાવ્યું

યુક્રેન અને રશિયન સમર્થિત બળવાખોરો દ્વારા કબજે કરાયેલા બે પ્રદેશોએ એકબીજા પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાએ શનિવારે જણાવ્યું હતું કે પૂર્વી યુક્રેનના સરકાર હસ્તકના ભાગોમાંથી છોડવામાં આવેલા ઓછામાં ઓછા બે શેલ સરહદ પાર પડ્યા હતા. જો કે, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ આ દાવાને ફગાવી દીધો અને તેને "બનાવટી નિવેદન" ગણાવ્યું. તે જ સમયે, યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ડોનેટ્સક પ્રદેશના સરકાર હસ્તકના ભાગમાં ગોળીબારમાં એક સૈનિકનું મૃત્યુ થયું હતું.

#BREAKING OSCE monitors report 1,500 ceasefire violations in east Ukraine pic.twitter.com/SSdSFFxQrC
— AFP News Agency (@AFP) February 19, 2022

રશિયન સમર્થક યુક્રેન બળવાખોરોના કાબૂમાં રહેલા લુહાન્સક શહેરમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો. એના કારણે ગેસ પાઈપલાઈનમાં આગ ફાટી નીકળી હતી. ગેસ પાઈપલાઈનમાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી.યુક્રેન-રશિયાની સરહદ નજીક યુક્રેનની હદમાં બનેલી આ દુર્ઘટના પછી આસપાસના સાત લાખ જેટલાં લોકોને સલામત સૃથળે ખસેડાયા હોવાનો દાવો થયો હતો. જોકે, એમાં જાનહાનિ થઈ હતી એ રાહતની બાબત હોવાનું યુક્રેને કહ્યું હતું. રશિયન સમર્થક યુક્રેનના બળવાખોરોએ સરહદે હુમલા શરૂ કર્યા હોવાથી યુક્રેનમાં આંતરિક તંગદિલી અને અરાજકતા વધી છે.

રશિયન સમિર્થત બળવાખોરોએ તેનો શસ્ત્ર-સરંજામ ભેગો કરવા માંડયો છે. રશિયાને સ્પર્શતી પૂર્વી સરહદે યુક્રેનના બળવાખોરોના જૂથોએ લડવૈયાઓને એકઠા કરીને યુક્રેન ઉપર દબાણ વધાર્યું છે. એટલું જ નહીં, છેલ્લી 24 કલાકમાં બળવાખોરોએ સરહદે તૈનાત યુક્રેનના લશ્કરી અિધકારીઓને પણ નિશાન બનાવ્યા છે. જેમાં બેનાં મોત થયા હતા.

from world https://ift.tt/EwdCJG4
from world https://ift.tt/EwdCJG4
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો