મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine Russia Crisis: યુક્રેન સંકટને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે તૈયાર કર્યો કંન્ટ્રોલ રૂમ, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

યુક્રેનઃ યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી.  રશિયન સૈનિકોને યુક્રેન સરહદ પરથી પાછા બોલાવવામાં આવ્યા હોવા છતાં તણાવ યથાવત છે. આ સમગ્ર વિવાદ પર અમેરિકા અને ચીન સતત નજર રાખી રહ્યા છે. દરમિયાન યુક્રેનમાં રહેતા હજારો ભારતીયોને લઈને પણ ચિંતા વધી રહી છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન હવે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

આ કંન્ટ્રોલ રૂમ  યુક્રેનમાં રહેતા ભારતીયોના પરિવારો માટે વિદેશ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમનો હેલ્પલાઈન નંબર પણ લોકો માટે જાહેર કરાયો છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે માહિતી જોઈતી હોય તો તેઓ હેલ્પલાઈન નંબર 01123012113, 01123014104 અને 01123017905 પર કૉલ કરી શકે છે.

આ સિવાય યુક્રેનમાં રહેતા લોકો માટે ભારતીય દૂતાવાસ (એમ્બેસી)નો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેની મદદથી આ લોકો ફ્લાઈટ્સ અને અન્ય વસ્તુઓની માહિતી એકત્ર કરી શકે છે. આ માટે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ +380997300428 અને 38099730483 નંબર પર કોલ કરી શકે છે. આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ રહેશે.

નોંધનીય છે કે આ અગાઉ ભારતીય દૂતાવાસ દ્ધારા યુક્રેનમાં રહેતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. જે અનુસાર અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ફ્લાઇટની સંખ્યા વધારવા માટે તમામ એવિએશન ઓથોરિટી અને એરલાઇન્સ સાથે વાતચીત ચાલી રહી છે. લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની મદદ માટે એમ્બેસીને ફોન કરી શકે છે.

<a href="https://ift.tt/9p0SE4O SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક

<a href="https://ift.tt/82fXIxH 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત

<a href="https://ift.tt/Z3RNuwz Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક

<a href="https://ift.tt/081tmpK Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન

from world https://ift.tt/uL9fIOc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...