રશિયા તેમજ યુક્રેનની વચ્ચે ઘમાસાણ જંગ ચાલી રહી છે. બંને દેશોની સેના માર્ચા પર ખડી છે. ચારે બાજુ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે. આ જંગનું મૂળ શું છે. બંને એકબીજાના દુશ્મન કેમ બની ગયા છે.

સોવિયત સંઘના જમાનામાં એક સમયે મિત્ર રહી ચૂકેલા બંને પ્રાંત હવે એક બીજાના દુશ્મન છે.આ બંને દેશની સ્થિતિને અને તેના વિવાદને સમજવા માટે આ દસ મુદ્દાને સમજો.

યુક્રેનની સીમા પશ્ચિમમાં યુરોપ અને પૂર્વ રશિયા સાથે જોડાયેલી છે. 1991 સુધી યૂક્રેન પૂર્વવર્તી સોવિયત સંઘનો ભાગ હતો.

રશિયા અને યૂક્રેનની વચ્ચે તણાવ નવેમ્બર 2013માં ત્યારે શરૂ થયો હતો. જ્યારે યૂક્રેનના તત્કાલ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચનો કીવમાં વિરોધ શરૂ થયો. જ્યારે તેને રશિયાનું સમર્થન હતું.

યાનુકોવિચને અમેરિકા-બ્રિટન સમર્પિત પ્રદર્શકારીઓના વિરોધના કારણે ફેબ્રુઆરી 2014મમાં દેશ છોડીને ભાગવું પડ્યું હતું.

આ તમામ ઘટનાથી નારાજ રશિયાએ યૂક્રેનના ક્રિમિયા પર કબ્જો કર્યો અને અહીં અલગતાવાદીનું મસર્થન મળ્યું. આ અલગતાવાદીઓએ પૂર્વી યૂક્રેનના મોટા ભાગ પર કબ્જો કર્યો.

2014 બાદ રશિયા સમર્થક અલગતાવાદી અને યૂક્રેનની સેના વચ્ચે ડોનાવાસ પ્રાંતમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો.

આ પહેલા જ્યારે 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું હતું. ત્યારે પણ કેટલીક વખત ક્રિમીયાને લઇને બંને દેશો વચ્ચે વિવાદ હતો.

2014 બાદ રશિયા યૂક્રેનમાં સતત તણાવ વઘતા પશ્ચિમી દેશોઓ સમાધાન માટે પહેલ કરી. ફ્રાંસ અન જર્મનીએ 2015માં બેલારૂસની રાજધાની મિન્સ્કમાં બંને દેશો વચ્ચે શાંતિ અને સંઘર્ષ વિરામ પર કરાર થયા.

હાલમાં યૂક્રેનમાં નાટોની વચ્ચે મિત્રતા વધતી ગઇ. યૂક્રેનના નાટો સાથે સારા સંબંધ છે.

નાટો એટલે કે 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન'ની રચના 1949માં તત્કાલિન સોવિયત સંઘ દૂર માટે કરવામાં આવી હતી. નાટો સાથે યુક્રેનની નિકટતાથી રશિયાને ઉશ્કેરવાયું.

અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 30 દેશો નાટોના સભ્ય છે. જો કોઈ દેશ ત્રીજા દેશ પર હુમલો કરે છે, તો નાટોના તમામ સભ્ય દેશો એક થઈને તેની સામે લડે છે. રશિયા ઈચ્છે છે ,કે નાટો પોતાનો વિસ્તાર ન કરે. રાષ્ટ્રપતિ પુતિન આ માંગને લઈને યુક્રેન અને પશ્ચિમી દેશો પર દબાણ બનાવી રહ્યા હતા.

છેવટે, અમેરિકા અને અન્ય દેશોના પ્રતિબંધોને ધ્યાનમાં લીધા વિના રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો. અત્યાર સુધી, નાટો, યુએસ અને અન્ય કોઈ દેશે યુક્રેનના સમર્થનમાં યુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી નથી. તેઓ યુક્રેનને આડકતરી રીતે મદદ કરી રહ્યા છે, તેથી આ યુદ્ધ શું વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે. જો યુરોપ કે અમેરિકાના દેશો રશિયા સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરે છે તો સમગ્ર વિશ્વ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે

from world https://ift.tt/rdbCuOZ
from world https://ift.tt/rdbCuOZ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો