Russia-Ukraine War Live Update : UN મહાસભાના વિશેષ સત્રમાં રશિયા અને યુક્રેને એકબીજા પર સાધ્યું નિશાન, રશિયાએ કિવ અને ખારકીવમાં કર્યા હુમલા
<p> રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે ચાલી રહેલા આક્રમણને રોકવા માટે આહવાન કર્યું, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે.</p> <p>યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે 193 સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઇ કિસ્લિટસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે જોખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું.</p> <p>સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જોઈએ. "જો યુક્રેન ટકશે નહી તો સંયુક્ત રાષ્ટ્ર પણ ટકશે નહી. સર્ગેઈએ કહ્યું. આપણે યુક્રેનને બચાવી શકીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર અને લોકશાહીને બચાવી શકીએ છીએ."</p>
from world https://ift.tt/fW24lzA
from world https://ift.tt/fW24lzA
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો