Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ

Russia Ukraine Crisis: યૂક્રેનના શહેર ખારકીવમાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે. આ શહેર પુરી રીતે ખંડેરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. લોકો ઘર છોડીને હિજરત કરવા મજબૂર થયા છે.

યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીંથી ત્યાં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને સ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.

સુરક્ષિત જગ્યાની શોધમાં લોકો

ખાર્કિવ સ્ટેશનની આ તસવીરમાં પ્લેટફોર્મ પર દૂર-દૂરથી લોકોની ભીડ જ દેખાઈ રહી છે. આલમ એ છે કે પગ રાખવાની જગ્યા પણ નથી. દરેક વ્યક્તિ જલદી આ શહેર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેને તક મળી રહી છે, તે ટ્રેનમાંથી નીકળી રહ્યો છે.

ઉજળી ગયું છે શહેર

તમને જણાવી દઈએ કે, રશિયાએ પોતાના હુમલામાં સૌથી વધુ યુક્રેનના ખાર્કિવ શહેરને નિશાન બનાવ્યું છે. શહેર લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. બોમ્બથી અનેક બહુમાળી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે, શાળા-કોલેજો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હજારો લોકોના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રશિયા તરફથી અહીં સતત બોમ્બ ધડાકાને કારણે લોકો ગભરાટમાં જીવી રહ્યા છે. રશિયા અહીં સૌથી વધુ મિસાઈલો અને બોમ્બ છોડી રહ્યું છે. તેના હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે. આ જ કારણ છે કે લોકો આ શહેરથી ભાગી રહ્યા છે.

from world https://ift.tt/tS4LYoM
from world https://ift.tt/tS4LYoM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો