<p>એક બાજુ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. તેની સાથે જ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. જેને લઈ પ્રશાસન હરકતાં આવ્યું છે અને રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે.</p> <p>ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેચતા 4 હજાર જેટલા વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.</p> <p>એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમ બાદ ફૂડ એંડ ડ્રગ કંટ્રોલ વિભાગ હરકતમાં આવ્યુ છે. અને પાણીપુરીની લારીઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં 4 હજાર જેટલી પાણીપુરીની લારીઓ પર તપાસ કરી.</p> <p>ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 સેંપલ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા. તો જે લારી પર મળી આવ્યો અખાદ્ય જથ્થો તેનો સ્થળ
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!