<p>Karachi Blast: પાકિસ્તાનના કરાંચીના શેરશાહ પારાચા ચોક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. એક ઇમારમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયાના સમાચાર છે. અનેક લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. એક રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ એક પ્રાઇવેટ બેન્ક પાસે થયો હતો. આ વિસ્તારમાં સ્થિત અન્ય ઇમારતને વિસ્ફોટના કારણે નુકસાન પહોંચ્યું છે. પોલીસ અને બચાવ અધિકારી વિસ્ફોટ સ્થળ પર પહોંચી ગયા છે.</p> <p>એક અધિકારીએ કહ્યું કે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે. એ જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે કે વિસ્ફોટ ક્યા કારણોસર થયો છે. પોલીસ અને રેન્જર્સના અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Ten killed, scores injured in an explosion at a building in Karachi's Shershah Paracha Chowk area, this afternoon: Pakistan Media</p> — ANI (@ANI) <a href="htt