Russia-Ukraine War: બાઇડનની ચેતવણી- જો NATO દેશો સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયુ તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં. નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે.

રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ મોસ્કોએ યુક્રેન, ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગ પ્રદેશોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી.

વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જો બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું. અમે નાટોની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરીશું અને અન્ય નાટો દેશોને પણ આવું કરવા પ્રેરિત કરીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)